GSEB Solutions for Class 10 Social Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

વન સંરક્ષણનો મુખ્ય હેતુ કયો છે?

Hide | Show

જવાબ :

વન સંરક્ષણના કારણે જંગલોમાં રહેતા વન્ય જીવોને આશાર્ય મળે છે.અને તેમના કુદરતી આવાસો સલામત રહે છે.
જંગલોમાં વૃક્ષોના આચ્છાદનને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે.
વનમાં રહેલી વૃક્ષોની હારમાળાને કારણે રણ વિસ્તારનું વિસ્તરણ માર્યાદિત રહે છે. આ ઉપરાંત વન્ય પેદાશો વિપુલ પ્રમાણમાં મળે છે.

કુદરતી વનસ્પતિ એટલે શું? ભારતમાં તે ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ :

માનવીની મદદ વગર કુદરતી રીતે જે વનસ્પતિનો ઉછેર થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહે છે. 
ભારતમાં કુદરતી વનસ્પતિ હિમાલયના જંગલો, સુંદરવન અને ઠારના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે.

બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે કયો વિકલ્પ છે?

Hide | Show

જવાબ :

બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ, પવન ઉર્જા વગેરે વિકલ્પો છે.

હાથીઓની સંખ્યામાં વધારો થાય તેવી કઈ પરિયોજના કરવામાં આવી છે?

Hide | Show

જવાબ :

ભારતમાં હાથીઓની સંખ્યા વધે તે માટે હાથીઓના કુદરતી આવાસોનું રક્ષણ કરવું,તેમના નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું, એ માટે ખાસ હાથી પરિયોજના અમલમાં મુકવામાં આવી છે.

વાઘ પરિયોજના ક્યારે અને કેમ શરુ કરવામાં આવી?

Hide | Show

જવાબ :

જંગલોમાં થતા ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ પર બહુ મોટો ખતરો ઉભો થયો. તે માટે 1971 માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરુ કરવામાં આવી.

જળ બિલાડી ગુજરાતની કઈ નદીઓમાં હતી? અને અત્યારે તેની પરિસ્થિતિ કેવી છે?

Hide | Show

જવાબ :

ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી.આજે આ જળબિલાડી લુપ્ત થવાના આરે છે.

હિમદીપડા પરિયોજનાનો મુખ્ય હેતુ કયો છે?
 

Hide | Show

જવાબ :

હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.

વાઘોનું અસ્તિત્વ ટકાવી રાખવા સરકારે કયા પ્રયત્નો કાર્ય છે?

Hide | Show

જવાબ :

ગેરકાયદેસર થતા વાઘોના શિકારને કારણે તેનું અસ્તિત્વ જોખમમાં આવ્યું હતું.તેને બચાવવા માટે સરકારે વાઘના કુદારતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા છે.

ભારતમાં કયા સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે?

Hide | Show

જવાબ :

ભારતમાં ઓડીસા,ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે.

ભારતમાં વિવિધ પશુ પક્ષીઓ ક્યાં છે? અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે?
 

Hide | Show

જવાબ :

ભારતમાં કાળા રંગના રીંછ,એક શીંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ તથા મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ,કલકલિયો, સુરખાબ,અને સરસ જોવા મળે છે.


     હિમાલયમાં ઉંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાજ શીત વનોમાં જોવા મળતું લાલપાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે.

જંગલોના પ્રકાર વિષે સવિસ્તાર નોંધ લખો

Hide | Show

જવાબ :

વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.

 1. વહીવટી દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:
 1. અનામત જંગલ: આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં પેદા થતા કિંમતી ઈમારતી લાકડા તેમજ અન્ય પેદાસો મેળવવા હંમેશા સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે.

    તેમાં લાકડા વીણવા, ઝાડ કાપવા, અને પશુઓ ચરાવવા માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. આ જંગલો ભારતના જંગલોના કુલ ક્ષેત્રફળના 54.4 %  જેટલો વિસ્તાર રોકે છે.

 

 1. સુરક્ષિત જંગલ: આ પ્રકારના જંગલોમાં વૃક્ષોને હાની પહોચાડ્યા સિવાય લાકડા વિણવાની અને પશુઓને ચરાવવાની તથા ખેતી કરવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
 2. અવર્ગીકૃત જંગલ: જે જંગલો અતિશય ગીચ અથવા દુર્ગમ વનવિસ્તાર છે, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, આવા જંગલોને અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે.

2. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:

           માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ભારતમાં જંગલોના મુખ્ય ત્રણ પ્રકાર છે.

 1. રાજ્ય માલિકીનું જંગલ: આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલોના વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
 2. સામુદાયિક વન: આ પ્રકારના જંગલો પર સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે ગ્રામ પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા,અને જીલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે.
 3. ખાનગી જંગલ: આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના ઘણાખરા જંગલો ઉજ્જડ બની ગયા છે.ઓડીસા,મેઘાલય,પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ પ્રકારે જોવા મળે છે.

વન સંરક્ષણના ઉપાયો જણાવો.

Hide | Show

જવાબ :

વન સંરક્ષણ અંગેના ઉપાયો

 • લાકડા અથવા બળતણના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જેમકે સૌરઉર્જા, પવનઉર્જા, બાયોઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને જાણકરી આપી પ્રોત્સાહિત કરવા.
 • જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે, તેની જગ્યાએ તેજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.
 • જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, તેમને ભવિષ્યની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ.
 • ઇકો-ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયંત્રણો કરવા.
 • સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
 • શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી.
 • ઘાસ ચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજન બધ્ધપ્રોત્સાહક પગલા ભરી વન વિસ્તારવા.
 • વનસંસાધનોનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો.
 • દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર ઉભું કરવું.
 • જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે, તે સમયે થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દુષિત થાય છે.
 • પશુઓને ચરાવવા માટે જંગલોમાં અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.

   આ પ્રમાણેના સામુહિક ઉપાયોનું આયોજન કરી આપણા અમુલ્ય જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ.

વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.

Hide | Show

જવાબ :

વન્ય જીવોની સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરુ કરવામાં આવી છે.

 1. વાઘ પરિયોજના: ભારતના જંગલોમાં 20મી સદીની શરૂઆતમાં લગભગ 40 હાજર કરતા પણ વધારે વાઘ હતા. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો. વાઘ બચાવવાના હેતુસર ૧૯૭૧ માં આ પરિયોજના શરુ કરાઈ.

     વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરાત છે.

 1. હાથી પરિયોજના: હાથીઓને તેમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા માટે ૧૯૭૨ માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.

     આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતું હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.

 1. ગેંડા પરિયોજના: આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ મે બનાવાવામાં આવી છે. ભારતમાં આસામ રાજ્યમાં સૌથી વધારે ગેંડા જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જુજ સંખ્યામાં મળી આવે છે.

     ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ૩૦૦૦ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.

 1. ઘડિયાળ પરિયોજના: મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ ૧૯૭૦ના દાયકામાં લુપ્ત થવાને આરે હતી.

ત્યારે ભારત સરકારે આ મગરોની પ્રજાતિને બચાવવા સારૂ સમયસરના પગલા લઇ આ પરિયોજના શરુ કરી.

 1. ગીધ પરિયોજના: ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે.તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની ૯ પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે ૨૦૦૪ થી આ પરિયોજના શરુ કરી છે.
 2. હિમ દીપડા પરિયોજના: હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.

     આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણીપુર થાર્મિલ પરિયોજના, ગંગા – બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરાત છે.

Take a Test

Choose your Test :

પ્રકરણ 9 : વન અને વન્યજીવન સંસાધન

આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt