વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનના ફાયદા જણાવો?
Hide | Showજવાબ :
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થયા છે તેનાથી વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. દેશ દેશ વચ્ચેનાઆંતરે વ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્દભવ્યો છે. વિશ્વના તમામ રાષ્ટ્રો વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ વિશે ગંભીરતાપૂર્વક વિચારતા થયા છે. વિશ્વના તમામ રાષ્ટ્રો વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ વિશે ગંભીરતા પૂર્વક વિચારતા થયા છે.
પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે શુંવારસો છે તે ટૂંકમાં જણાવો? (સ્વાધ્યાય 1.4)
Hide | Showજવાબ :
આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિશ્વને વિજ્ઞાનના ક્ષેત્રે અમુલ્ય વારસો આપ્યો છે. ધાતુ વિદ્યા, રાસાયણિક વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્પ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાંઆપણાઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. જે આપણા માટે ખુબ ગૌરવની વાત છે. ભારતે માત્ર સાહિત્ય કળા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહફાળો આપ્યો છે.
આર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનીકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે.
પ્રાચીન ભારતની ધાતુવિદ્યા વિશે માહિતી આપો? (સ્વાધ્યાય 1.1)
Hide | Showજવાબ :
પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિધ્ધિઓ હાંસિલ કરી હતી. એના ફળસ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથીપ્રાપ્ત થયેલી કુષાણરાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલાં ધાતુશિલ્પો, ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ઠ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે ગણાવી શકાય. આ બધા મહત્વના સ્થાન ધરાવે છે. આ ધાતુશિલ્પબનાવવાની પરંપરા દશમી અને અગિયારમી સદીથી વિકાસ પામી.
પ્રાચીન ભારતની વૈદકવિદ્યા વિશે જણાવો?(સ્વાધ્યાય 3.1)
Hide | Showજવાબ :
પ્રાચીન સમયથી ભારતે વૈદકવિદ્યામાં અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસિલ કરી છે. ભારતીય વૈદકશાસ્ત્રનામહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં ઉચ્ચત્તમ શિખરો હાંસલ કર્યા છે.
મહર્ષિચરકેચરકસંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુતસંહિતામાં શાસ્ત્રક્રિયાનો ઉપયોગ બતાવેલો છે. વાગ્ભટ્ટનો વાગ્ભટ્ટસંહિતા પણ ખુબ જ મહત્વનો ગ્રંથ છે ચરકસંહિતા, સુશ્રુતસંહિતાઅને વાગ્ભટ્ટસંહિતા પત્યેક વૈધ (ડોક્ટર) માટેખૂબ જ ઉપયોગી ગ્રંથોછે.
પ્રાચીન સમયમાં પ્રાણીરોગોના શાસ્ત્રો અંગે ટૂંકમાં જણાવો?
Hide | Showજવાબ :
પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો વિકાસ પુરતા પ્રમાણમાં થયો હતો. અશ્વ(ઘોડા) તથા હસ્તિ (હાથી) ના રોગો પણ ગ્રંથો લખવામાં આવ્યા છે. આ પ્રાચીન ગ્રંથોમાં‘હસ્તિ આયુર્વેદ’ તથા શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન અંગે ‘અષ્ટાંગહ્રદય’ જેવા અતિ મહત્વના ગ્રંથમાં લખીને મહત્વનું યોગદાન આપ્યું છે.
પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર અંગે મુદ્દાસર જણાવો?
Hide | Showજવાબ :
શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતું ખૂબ જ સાહિત્ય લખાયુ છે. આ તમામ ગ્રંથોનો પ્રાચીન વિધ્યાપીઠોમાં ઉંડો અભ્યાસ કરવામાં આવતો. ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળશાસ્ત્રે ખૂબ વિકાસ કર્યો હતો. ગ્રહોઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ પણ જોવામાં આવતું હતું.
જેના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું છે, તેમનું ખગોળ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનું યોગદાન છે તે શોધ્યું હતું. વિદ્વાનો આ શોધને અજરમર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મસિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે જે ખગોળવિદ્યામાં ઉપયોગી છે.
પ્રાચીન ભારતના જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કરો?
Hide | Showજવાબ :
જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મહાન ખગોળવેત્તાવરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને ઉંડો અભ્યાસ કરી શકાય તે પ્રમાણે ત્રણ ભાગમાં વહેંચ્યું હતું. તેઓ મહાન જ્યોતિષશાસ્ત્ર હતા. તેમણે બૃહદસંહિતા નામની ગ્રંથની રચના કરી હતી. જ્યોતિષશાસ્ત્રમાં ઉપયોગી, અવકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યનાં લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન, સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરેપ્રસંગોના શુભ મુહુર્તોની માહિતી સુંદર રીતે દર્શાવી છે. આપણા પૂર્વજોના આવા અપાર સંશોધનો અને નિપૂણતા પર ગૌરવની પ્રતિતિ થાય છે.
નાલંદા વિધાપીઠની રસાયણશાસ્ત્રની વિદ્યામાં શું વિશેષતા હતી તે જણાવો?
Hide | Showજવાબ :
નાલંદા વિધાપીઠના બૌધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભષ્મ કરી વાપરવાનો પ્રયોગ તેમણે ચાલુ કર્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી. વગેરે વિશેષતા ગણી શકાય.
રસાયણ વિદ્યામાં નાગર્જુનનું યોગદાન જણાવો?
Hide | Showજવાબ :
આચાર્ય નાગાર્જુન રસાયણશાસ્ત્રના વિદ્વાન આચાર્ય હતા. તેમણે રસરત્નાકર અને આરોગ્યમંજરી નામના ગ્રંથોની રચના કરી હતી. તેમને વનસ્પતિ ઔષધોની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભષ્મ બનાવી તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
વરાહમિહિરે બૃહદસંહિતામાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે?
Hide | Showજવાબ :
આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર શી અસરો થાય છે તે બતાવ્યું છે. તેમણે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, તેમજ લગ્ન, સમય, તળાવોઅને કૂવાઓ ખોદકામ, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભમુહુર્તોની ચર્ચા બૃહદસંહિતામાં કરી છે.
“પ્રાચીન ભારતની રસાયણવિદ્યા” અંગે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય1.2)
Hide | Showજવાબ :
રસાયણશાસ્ત્રએ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનીજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્ય માટે જરૂરી ઔષધીઓ બનાવવામાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠનાબૌધ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમને રસરત્નાકર અને આરોગ્યમંજરી જેવા પુસ્તકો લખ્યા છે.
આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધીઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયેલ હોય તેવું માનવામાં આવે છે. નાલંદા વિધાપીઠે રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે તથા સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ ઉભી કરી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથમાં મુખ્યરસ, ઉપરસ, દશ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભષ્મનું વર્ણન મળે છે.
રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિમાં દ્રશ્યમાન થાય છે.7 1/2ફૂટ ઉંચી, તથા1 ટન વજન ધરાવતી તામ્રમૂર્તિ સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે તથા ભગવાન બુદ્ધની 18 ફૂટઉંચી મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટઉંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) નિર્માણ કરેલા આ સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કેતડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમુનો છે.
“પ્રાચીન ભારતની શૈલ્પચિકિત્સા” અંગે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય3.1)
Hide | Showજવાબ :
પ્રાચીન ભારતના હિંદુઓના ઔષધશાસ્ત્રોમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધીઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. મહર્ષિસુશ્રુતે સુશ્રુતસંહિતામાં શૈલ્યચિકિત્સા એટલે કે વાઢકાપ કે શસ્ત્રક્રિયામાં એવા ધારદાર સાધનનો ઉલ્લેખ છે કે જેનાથી માથાના વાળને ઉભો ચીરીને તેના બે ભાગ કરી શકાય. દવાબનાવવાની ઝીણવટભરી વિધિઓતથાદવાઓનું વર્ગીકરણ અને દવાઓના ઉપયોગ માટેના સૂચનો વગેરે વ્યવસ્થા પણ જોવા મળે છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવવામાં આવતું હતું. પેઢું, મુત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાંઘુસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુર્ણતા હતી. તૂટેલા નાક કે કાનની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. પ્રસુતિ વખતના જોખમી ઓપરેશનોપણ કરવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં સ્ત્રી અને બાળરોગમાં પણ નિપુર્ણતા ધરાવતાં વૈદ્યોહતા. રોગોના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરી, રોગનિદાન કરી, રોગ મટ્યા બાદ પરેજી પણ આપતા હતા. એકંદરે પ્રાચીન ભારતમાં શૈલ્પચિકિત્સાવિદ્યાનો પુરતો વિકાસ થયો હતો.
યોગ્ય જોડકાં જોડો.
1. વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનો | A. વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી |
2. વિજ્ઞાન | B. વિજ્ઞાન ક્ષેત્રે વારસો |
3. ભારતના મહાન ઋષિઓ | C. ધાતુશિલ્પો બનાવવાની પરંપરાશરૂ થઇ |
4. દશમી અને અગિયારમી સદીનો વિકાસ | D. રાષ્ટ્રો વિશ્વશાંતિ તરફ વળ્યા |
જવાબ :
(1 – D), (2- A), (3- B), (4- C)
યોગ્ય જોડકાં જોડો.
1. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય | A. રસરત્નાકર અને આરોગ્ય મંજરી |
2. આચાર્ય નાગાર્જુન | B. નાગાર્જુન |
3. રસાયણશાસ્ત્ર | C. નાલંદા વિદ્યાપીઠ |
4. પારાની ભષ્મ | D. પ્રયોગાત્મક વિજ્ઞાન |
જવાબ :
(1 –B), (2- A), (3- D), (4- C)
યોગ્ય જોડકાં જોડો.
1. સુલતાનગંજ(બિહાર) | A. 18 ફૂટ ઉંચી ભગવાન બુદ્ધની મૂર્તિ |
2. નાલંદા | B. 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ |
3. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો | C. રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો |
4. વિજયસ્તંભ | D. 24 ફૂટ ઉંચો, 7 ટન વજનનો વિજય સ્તંભ |
જવાબ :
(1 – B), (2- A), (3- D), (4- C)
યોગ્ય જોડકાં જોડો.
1. સિંધુકાલીન સંસ્કૃતિ અવશેષો | A. ભગવાન બુદ્ધની પ્રતિમાઓ |
2. તક્ષશિલાના અવશેષો | B. ધાતુની નર્તકીની પ્રતિમા |
3. ચેન્નાઇસંગ્રહાલય | C. ધાતુવિદ્યા |
4. વ્યવહારિક જીવનમાં ઉપયોગ | D. શિવ-નટરાજ નૃત્યકલા શિલ્પ |
જવાબ :
(1 – B), (2- A), (3- D), (4- C)
યોગ્ય જોડકાં જોડો.
1. રસાયણશાસ્ત્ર | A. ઔષધિ નિર્માણ |
2. વિવિધ ધાતુઓનું નિર્માણ અને પરિવર્તન | B. વૈદકવિદ્યા, શસ્ત્રક્રિયાના પ્રણેતા |
3. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ્ટ | C. ચરકસંહિતા |
4. 2000 વનસ્પતિ ઔષધીઓનું વર્ણન | D. પ્રયોગાત્મક વિજ્ઞાન |
જવાબ :
(1 –D), (2- A), (3- B), (4- C)
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.