ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પડ્યા છે?
જવાબ :
પ્રશિષ્ટ સાહિત્ય અને વૈદિક સાહિત્ય
દ્રવિડભાષા સાહિત્યમાં વ્યાકરણ ગ્રંથ કોને કહે છે?
Hide | Showજવાબ :
તોલકાપ્પીયમ્
કાશ્મીરમાં લખાયેલા બે મહાન ગ્રંથો કયા કયા છે?
Hide | Showજવાબ :
સોમદેવનો ‘કથાસરિતાસાગર’ અને કલ્હણનો ‘રાજતરંગિણી’
પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કયા કવિઓને ઓળખવામાં આવે છે?
Hide | Showજવાબ :
પંપા, પોન્ના, અને રત્ના
દિલ્લીના છેલ્લા મુગલ સમ્રાટનું નામ શું છે?
Hide | Showજવાબ :
બહાદુરશા ઝફર
અબુ ફજલે ફારસીમાં કયા બે પુસ્તકો લખ્યા?
Hide | Showજવાબ :
આયને અકબરી અને અકબરનામા
સંસ્કૃત ભાષાને કયા ત્રણ ઉપનામોથી ઓળખવામાં આવે છે?
Hide | Showજવાબ :
સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે કયા ચાર વિષયો સમાયેલા છે?
Hide | Showજવાબ :
સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને વિવેચન વગેરે વિષયો સમાયેલા છે.
પ્રાચીન સ્મૃતિગ્રંથોમાં શું દર્શાવવામાં આવ્યું છે?
Hide | Showજવાબ :
ધર્મ દ્વારા કરવામાં આવતા અનુમોદીત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યા છે.
ગુપ્તયુગના સંકશ્રુત સાહિત્યના મહાન લેખકોના નામ જણાવો.
Hide | Showજવાબ :
ગુપ્તયુગના કાલિદાસ, ભાવભૂત, માઘ, ભારવિ, ભર્તૃહરિ, બાણભટ્ટ વગેરેની સંસ્કૃતના લેખકોમાં ગણના થાય છે,
ભાષા અને સાહિત્ય અંગે ટૂંકનોંધ લખો. અથવા નો અર્થ સમજાવો?
Hide | Showજવાબ :
ભારતના ઈતિહાસમાં વિવિધ ભાષાઓનો ઉદ્દભવ થયેલ છે. આ ભાષાઓ એ એકબીજા પર અસર કરી પોતાના પ્રભાવ પડ્યો પરિણામે ભાષાઓના સમૃધ્ધ સાહિત્યમાં પરીવર્તન આવ્યું.
પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યોનું સર્જન થયું. જેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે જ્યારે ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં આજે પણ આ ભાષાનો ઉપયોગ થાય છે.
માનવીને અભિવ્યક્તિ કરવાની અને ઝિલવાની તક ભાષા જ પુરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી. તે સમયના લોકો કઈ ભાષા સમજતા હશે તેની માહિતી આજે પણ પ્રાપ્ત નથી.
મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે અષ્ટધ્યાયી ગ્રંથની રચના ઇ.સ. પૂર્વેની ચોથી સદીમાં કરી હતી. સંસ્કૃત ભાષાનો અર્થ આર્યભાષા, ઋષિઓની ભાષા, કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યૂટર ક્ષેત્રે આ ભાષાને ગણવામાં આવે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી.
પ્રાચીન ભારતીય વેદો અંગે ટૂંકનોંધ લખો. (સ્વાધ્યાય 1.1)
Hide | Showજવાબ :
વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો ચાર છે. ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનુ પ્રાચિનતમ્ પુસ્તક ઋગ્વેદ છે. જેમાં કુલ 1028 ઋચાઓમાં મોટેભાગે દેવોની લગતી સ્તુતિઓ છે. આ સ્તુતીઓનો ઉપયોગ યજ્ઞો વખતે થાય છે. આમાંની કેટલીક સ્તુતિઓ મનમોહક છે. આ વેદ સપ્તસિંધુ પ્રદેશના આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે.
ઋગ્વેદ પછી બીજા ત્રણ ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. માટે સંવેદને વેદોની ગંગોત્રી કહે છે.
યર્જુવેદ યજ્ઞોનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચવામાં આવ્યો છે. યજ્ઞ વખતે બોલતાં મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ વેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં આપણા આ વેદો સામાજિક, અને આદ્યાત્મિક ક્રિયાઓ માટે અમૂલ્ય માનવમાં આવે છે.
ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિષે ટુંકનોંધ લખો?
Hide | Showજવાબ :
રામાયણ અને મહાભારત ભારતના બે પ્રાચીન મહાકાવ્યો છે. બંનેની ગણના પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવે છે. આ મહાકાવ્યોનું પ્રમાણનું વર્તમાન સ્વરૂપ તો ઇ.સ. ની બીજી સદીમાં મળેલ છે.
રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા વર્ણવેલી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. આમાં અનેક દિલચસ્પ અને સાહસોની ઘટનાનું રોમાંચક વર્ણન કરેલું છે. મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુધ્ધનો વિષય આ મહાકાવ્યમાં મુખ્ય માનવમાં આવે છે. આમાં અનેક નાની-મોટી ઘટનાઓની વાર્તાઓ જોડી કાઢવામાં આવેલ છે.
રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોને સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. આ બંને મહાકાવ્યોએ ભારતમાં સંસ્કાર સિંચનનું મહત્વનું પ્રેરક કાર્ય કર્યું છે.
યોગ્ય જોડકા બનાવો:
1. પૂજા વિધિની ભાષા | A મહર્ષિ પાણિની |
2. ‘અષ્ટધ્યાયી’ ગ્રંથ | B સંસ્કૃત |
3. સંગીતની ગંગોત્રી | C 1028 ઋચાઓનો સંગ્રહ |
4. ઋગ્વેદ | D સામવેદ |
Hide | Show
જવાબ :
(1 - B), (2 – A), (3 – D), (4 – C)
યોગ્ય જોડકા બનાવો:
1. રામાયણ | A આરણ્યકો |
2. તત્વજ્ઞાનથી, ચિંતનથી રચેલું સાહિત્ય | B વિશ્વનો સૌથી મોટો ગ્રંથ |
3. મહાભારત | C ભારતનું મહાકાવ્ય |
4. કૌરવો પાંડવોના યુધ્ધનું વર્ણન | D મહાભારત |
Hide | Show
જવાબ :
(1 - C), (2 – A), (3 – B), (4 – D)
યોગ્ય જોડકા બનાવો:
1. વહીવટી વિજ્ઞાનની કૃતિ | A પાલી ભાષા |
2. બૌધ સાહિત્ય | B હર્ષ ચરિત |
3. બાણ ભટ્ટ | C ઉત્તર રામ ચરિત્ |
4. કવિ ભવભૂત | D કૌટિલ્ય |
Hide | Show
જવાબ :
(1 - D), (2 – A), (3 – B), (4 – C)
યોગ્ય જોડકા બનાવો:
1. કવિ કાલીદાસ | A કિરાતાર્જુનિયમ |
2. કવિ ભારવિ | B મુદ્રા રાક્ષસ |
3. કવિ વિશાખા દત્ત | C દશકુમારચરિત્ |
4. કવિ દંડી | D કુમાર સંભવ |
Hide | Show
જવાબ :
(1 - D), (2 – A), (3 – B), (4 – C)
યોગ્ય જોડકા બનાવો:
1. સોમદેવ | A રાજતરંગિણી |
2. કલ્હણ | B કથાસરિતસાગર |
3. જયદેવ | C પૃથ્વીરાજ રાસો |
4. ચંદબરદાઈ | D ગીતગોવિંદ |
Hide | Show
જવાબ :
(1 - B), (2 – A), (3 – D), (4 – C)
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.