GSEB Solutions for Class 10 Social Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

શિલ્પ એટલે શું? (સ્વાધ્યાય 3.1)

Hide | Show

જવાબ :

શિલ્પી પોતાના કૌશલ્યો અને આવડતને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું, કે ધાતુમાં કંડારે તે કળા પ્રાચીન ભારતની જગ વિખ્યાત શિલ્પકલા કહેવાય છે. 

સ્થાપત્ય એટલે શું? (સ્વાધ્યાય 3.2) 

Hide | Show

જવાબ :

સ્થાપત્યનો સરળ અર્થ એટલે બાંધકામ કહી શકાય. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્યકલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. 

મોહેં-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો. (સ્વાધ્યાય 3.3)

Hide | Show

જવાબ :

મોહેં-જો-દડોનો અર્થ મરેલાંનો ટેકરો એવો થાય છે. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એ અહીંના રસ્તાઓ છે. અહીં 9.75 મીટર પહોળા રસ્તાઓ જોવા મળે છે. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રી પ્રકાશ માટે થાંભલાઓ હોવાનું અનુમાન છે. નગરના સીધા અને પહોળા રાજમાર્ગો હતા જે ક્યાંય વળાંક વગર સીધા જ જતાં હતા. અહીં બે રાજમાર્ગો હતા. જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં હતા. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે એકબીજાને છેદતા હતા. 

મોહેં-જો-દડોની  નગરરચના સમજાવો.       

Hide | Show

જવાબ :

મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. અહીં મકાનો પૂર અને ભેજ બચવા ઉંચીપ્લિંથ પર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચ કે સાત ઓરડાવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે ગલીમાં અંદરના ભાગે રાખવામાં આવતા હતા. હવા ઉજાસ માટે બારી-બારણાંની વ્યવસ્થા હતી. 

હડ્પ્પીયન સંસ્કૃતિ અંગે ટુંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે સાથે ઇ.સ. 1921માં દયારામ સહાનીએ મોન્ટેગોમરી જીલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાની પ્રાચીન સમયના અવશેષોની શોધ કરી. 
હિમાચલ પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતના ધોળકા તાલુકાનાં લોથલ, કચ્છમાં દેશળપુર અને શિકારપુર, ધોળાવીરા તથા સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ (રોઝડી) મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુખીણની સભ્યતાના અવશેષો મળી આવેલ છે. 
સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો હડપ્પા પાસેથી મળી આવેલા માટે તેને હડ્પ્પીયન સંસ્કૃતિ કહેવામાં આવે છે. 
અહીંથી પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા છે, ઉપરાંત કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. તેથી તેને તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. આ સમયના નગરોનું આયૌજન સુવ્યવસ્થિત હતું. અહીંના મોટા કોઠારોઅને કિલ્લેબંધી નોંધ પાત્ર હતી. અહીંના લોકો અલંકારોના શોખીન હશે તેવા અવશેષો પણ મળી આવ્યા છે. 

લોથલ ભારતનું સમૃધ્ધ બંદર હતું, તે સમજાવો।

Hide | Show

જવાબ :

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે પ્રદેશના વચ્ચે આવેલો પ્રદેશ છે. તે ખંભાતના અખાતથી 18 કિ.મિ. દૂર છે. તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણને લાંગરવા માટે મોટો ધક્કો (ડોકયાર્ડ) બનાવવામાં આવ્યો હતો. આ ધક્કો વખારો, દુકાનો, તથા આયાત નિકાસના પુરાવા દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃધ્ધ બંદર હશે. 

સ્તૂપનું રેખાચિત્ર વર્ણવો.

Hide | Show

જવાબ :

સ્તૂપના અંડાકાર ભાગની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડ) ને હર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. સ્તૂપની ચારે બાજુએ ઉંચા રચેલાં ગોળાકાર રસ્તાને મેઘિ કહે છે. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે.        
મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલાં ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તેમ એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. 
બે સ્તંભ ઉપર સીધા પાટડા કે કમાન આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય એને તોરણ કહે છે. આવા પ્રકારના બાંધકામને સ્તુપ તરીકે ઓળખવામાં આવે છે.

ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે. તે સમજાવો.

Hide | Show

જવાબ :

ગુપ્તયુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો. જબલપુરનું (નિનાવા) પાર્વતિ મંદિર, ભૂમરા (નાગોડા) નું શિવ મંદિર, એરણ (મધ્યપ્રદેશ) નું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો, વગેરે ગુપ્તયુગની કળાઓના નમુનાઓ છે. 
આ ઉપરાંત શિલ્પકાલમાં સારનાથની બુધ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામિની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા, વગેરે ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમુનાઓને લીધે ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે. 

ગુફા સ્થાપત્ય વિશે ટુંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

ભારતવર્ષમાં ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલી અજંતા-ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલીફંટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરી, અને નીલગીરી ગુફાઓ, બાઘની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યોના નમુના છે. 


ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ પાસે, રાજકોટ પાસે ઢાંક, જુનાગઢમાં ત્રણ ગુફા સમૂહો, તળાજા, સાણા, વગેરે સ્થળે ગુફા મળી આવેલ છે. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બાર્બરના પહાડની ત્રણ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. જેમાં સમ્રાટ અશોકે કરેલા આજીવન દાનકાર્યોની વિગતો છે. 


આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા, અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્યો છે. 

રથમંદિરો વિશે ટુંકમાં જણાવો.

Hide | Show

જવાબ :

દક્ષિણ ભારતમાં એક પથ્થમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો પલ્લવયુગની આગવી ઓળખ છે. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટપેરૂમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબાલિપુરમ્ નો મંડપ અને મહાબાલિપુરમ્ ના રથમંદિરો વિશ્વ વિખ્યાત છે. 

દરેક રથમંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ ઉપરથી પાડવામાં આવ્યા છે. અહીં સૌથી મોટું રથમંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથમંદિર દ્રોપદીનું છે.

પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો? (સ્વાધ્યાય 1.1)

Hide | Show

જવાબ :

ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપૂણતા ધરાવે છે. ભારતમાં પુરાતત્વીય ઉત્ખનન કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોના આયોજનમાં મુખ્ય ત્રણ વિભાગો પડે છે. 

(1)શાસક અધિકારીઓનો ગઢ (સીટડલ) 
(2)અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. 
(3)સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.    

શાસક અધિકારીઓનો ગઢ જે ઉંચાઇ પર બાંધવામાં આવતો હતો. જ્યારે ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી મજબુત બાંધવામાં આવતું હતું. અહીં બે થી પાંચ ઓરડાવાળા મકાનો બાંધવામાં આવતા હતા. જ્યારે નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઇંટોના બનાવેલા છે. 

મોહેં-જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાની માહિતી આપો?

Hide | Show

જવાબ :

મોહેં-જો-દડોની નગર રચનામાં રસ્તાઓના બાંધકામનું વિશિષ્ટ લક્ષણ દેખાઈ આવે છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. દરેક રસ્તાઓ કાટખૂણે મળતાં અને એકથી વધુ વાહનો પસાર થાય તેટલાં પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલાઓનું આયોજન હોવાનું અનુમાન છે. રાજમાર્ગો સીધા અને પહોળા હતા. તે ક્યાંય વળાંક ન લેતા સીધા જ જતાં હતા. જે તેની ખાસ વિશિષ્ટતા હતી. 

મુખ્ય બે રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો વચ્ચે કાટખૂણે એકબીજાને છેદતાં હતા. 

નગરની ગટર યોજના પણ વિશિષ્ટ લક્ષણો ધરાવતી જોવા મળે છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. 

નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે વખતે સુધરાઇ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે. જેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા અને આરોગ્યતા ઉંચા માપદંડો ધરાવતાં હશે. 

ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો?

Hide | Show

જવાબ :

ગુજરાતમાં નીચેના સ્થળોએ પ્રાચીન ગુફાઓ મળી આવી છે. 

જુનાગઢની ગુફાઓ : જુનાગઢમાં ત્રણ ગુફા સમૂહો આવેલા છે. જે પૈકી બાવાપ્યારાનો ગુફા સમૂહ બાવાપ્યારાના મઠ પાસે આવેલ છે. 
આ ગુફાઓ બે મજલામાં આવેલ છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. આ ગુફાઓ ઇ.સ. ની બીજી સદીના ઉત્તરાર્ધની ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું મનાય છે. 

ખાપરા કોડિયાની ગુફાઓ : ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ મજલાવાળી હશે એમ અવશેષો પરથી જણાઈ આવે છે. આ ગુફાઓને નુકશાન થયેલ છે. આમાં કુલ 20 સ્તંભો છે. આ ગુફા ઇ.સ. ની ત્રીજી સદીમાં કંડારી હોવાનું મનાય છે. 

તળાજાની ગુફા : શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જીલ્લામાં તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવેલ છે. ગુફાઓને વિશાળ દરવાજાઓ બનાવ્યા છે. અહીં એભલ મંડપ (સભાખંડ) અને ચાતન્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની રીતે બેનમૂન છે. બૌધ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફા ઇ.સ. ની ત્રીજી સદીની છે. 

સાણાગુફા : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદી પર સાણાના ડુંગરો આવેલ છે. અહીં મધપૂડાની માફક 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 

ઢાંકગુફા : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. આ ગુફાઓ ઇ.સ. ની ચોથી સાનીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. 

ઝંઝુરીઝર ગુફાઓ : ઢાંકની પશ્ચિમે સાત કિ.મિ. ના અંતરે સિદસર પાસેની ઝંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌધ્ધ ગુફાઓ આવેલી છે. ઇ.સ. ની પહેલી અને બીજી સદીની હોય તેવું માનવામાં આવે છે. 

કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ : કચ્છના લખતર તાલુકાનાં જુના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ બે ગુફાઓ છે. ઇ.સ. 1967માં આ ગુફાઓ કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી છે. 

કડિયા ડુંગર ગુફા : ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં કડિયા ડુંગરની ત્રણ ગુફા આવેલી છે. તે બૌધ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કાળનો નમૂનો છે. 
અહીંનું ગુફા સ્થાપન બેનમૂન છે. એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઉંચો એક સિંહ સ્તંભ બેનમૂન છે. સ્તંભના શીરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ જોવા મળે છે. 

યોગ્ય જોડકા બનાવો:    

1.  સિંધુખીણની સંસ્કૃતિ     A લોથલ 
2.  ભારતનું પ્રાચીન બંદર     B મધ્ય પ્રદેશ
3.  હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર      C હડ્પ્પીય
4.  સાંચીના સ્તૂપ       D ધોળાવીરા

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – A), (3 – D), (4 – B)

યોગ્ય જોડકા બનાવો:    

1. ભદ્રનો કિલ્લો     A સિધ્ધપુર
2.  રુદ્રમહાલય      B ત્રણ દરવાજા
3.  તાનારીરીની સમાધિ      C ધોળક
4.  મલાવ તળાવ       D વડનગર

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – A), (3 – D), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.  ગલિયારા      A મસ્જિદનું પ્રાંગણ
2.  લિવાન     B મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો
3.  સહન      C મસ્જિદના નમાઝ પઢવાના હોલની દિવાલ
4.  કિબલા       D મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – D), (3 – A), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.  સારનાથનો સ્તંભ     A ગુજરાત 
2.  સાંચીનો સ્તૂપ     B દ્રવિડશૈલીનો શ્રેષ્ઠ નમુનો
3.  અમરાવતીનો સ્તૂપ      C શિલ્પકલાનો શ્રેષ્ઠ નમુનો 
4.  દેવમોરાનો સ્તૂપ       D સ્થાપત્યકલાનો નમુનો

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – D), (3 – B), (4 – A)

યોગ્ય જોડકા બનાવો:

1.  મિનાક્ષી મંદિર     A ઓડિસા 
2.  કોર્ણાકનું સૂર્યમંદિર     B ગુજરાત
3.  દેલવાડાના દેરાં      C મદુરાઇ
4.  મોઢેરાનું સૂર્યમંદિર       D રાજસ્થાન

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – A), (3 – D), (4 – B)

Take a Test

Choose your Test :

પ્રકરણ 3 : ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt