GSEB Solutions for Class 10 Social Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

ગરીબની વ્યાખ્યા આપો

Hide | Show

જવાબ :

જે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતાં હોય અને જે લોકો ભૌતિક સુખ, સુવિધા કે આરામ પામતા નથી તેવા લોકો ગરીબ છે.

આર્થિક વિકાસ એટલે શું ?

Hide | Show

જવાબ :

કોઈપણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં સાતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહે છે. 

રાષ્ટ્રીય આવક કોને કહે છે.

Hide | Show

જવાબ :

દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. 

માથાદીઠ આવક એટલે શું ?

Hide | Show

જવાબ :

કોઈપણ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને ‘માથાદીઠ’ આવક કહે છે.

લોકોનું સારૂ જીવનધોરણ એટલે શું ?

Hide | Show

જવાબ :

અનાજ, શિક્ષણ, કપડાં, આરોગ્ય, રહેઠાણ, વાહનવ્યવહારની સુવિધા, સાથેના જીવનને લોકોનું સારૂ જીવનધોરણ કહે છે. 

ભારતમાં આર્થિક વિકાસ થયો છે એમ શાથી કહી શકાય ?

Hide | Show

જવાબ :

આઝાદી પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. જેથી લોકોને અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી સુવિધામાં પણ વધારો થયો છે. માટે કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે. 

ભારતની રાષ્ટ્રીય આવક 2011-12 માં શું હતી ?

Hide | Show

જવાબ :

ભારતની રાષ્ટ્રીય આવક (GDP) 2011-12 ના ભાવોએ 8736039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16 માં 13567192.92 કરોડ રૂપિયા થઈ. 

આર્થિક વિકાસ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. 

Hide | Show

જવાબ :

આર્થિક વિકાસએ વિકાસની પ્રક્રિયાના આધારે ગુણાત્મક કહી શકાય. નવા નવા સંશોધનના કારણે ઉત્પાદનમાં થતો વધારોએ  આર્થિક વિકાસ છે. જેવાકે ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારનથી ઉત્પાદનમાં વધારો થાય છે.

આર્થિક વૃધ્ધિ કોને કહેવાય તે ઉદાહરણ આપી સમજાવો:

Hide | Show

જવાબ :

આર્થિક વૃધ્ધિને પરિણાત્મક કહેવાય છે. ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનોમાં વધારો થાય તેને આર્થિક વૃધ્ધિ કહે છે. વિકસીત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારોએ આર્થિક વૃધ્ધિ છે. 

વિકાસશીલ અર્થતંત્રની વ્યાખ્યા ટુંકમાં આપો:

Hide | Show

જવાબ :

વિકસીત અર્થતંત્ર અને વિકાસશીલ આર્થતંત્રને આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બઁકના 2004ના  વિશ્વ વિકાસ અહેવાલમાં 735 $ થી ઓછી આવકવાળા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય છે. 

વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો:

Hide | Show

જવાબ :

વિકાસશીલ અર્થતંત્રના નીચે મુજબના લક્ષણો હોય છે.
•    લોકોની માથાદીઠ આવક ઓછી હોય છે.
•    આવા દેશોમાં વસ્તી વધારાની સમસ્યા હોય છે.
•    કૃષિ પેદાશો પર અવલંબન હોય છે. 
•    આવકની વહેંચણીમાં અસમાનતા હોય છે. 
•    બેરોજગારીની સમસ્યા જટિલ હોય છે. 
•    ગરીબીનું પ્રમાણ વધુ હોય છે. 
•    પ્રાથમિક સેવાઓ પુરતા પ્રમાણમાં હોતી નથી. 
•    વિદેશ વ્યાપારની પ્રતિકૂળ શરતો પણ નડતી હોય છે.
 

જરૂરીયાત અમર્યાદીત હોય છે. – સમજાવો ?

Hide | Show

જવાબ :

માનવીની જરૂરીયાતો અમર્યાદીત છે. પ્રમાણમાં સાધનો મર્યાદિત છે. વળી એકમાંથી અનેક જરૂરીયાતો ઉદ્દભવે છે. વિશ્વમાં કોઈપણ દેશ પાસે પુરતાં સાધનો હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહે છે. પરિણામે દરેક દેશ પોતાની પાસેના સાધનોનો ઉપયોગ ક્યાં, કેમ, અને કેટલા પ્રમાણમાં કરવો તે જરૂરીયાતની અગ્રતા પ્રમાણે નક્કી કરે છે. એકમાંથી અનેક જરૂરીયાતો ઉદ્દભવે છે. કેટલીક જરૂરીયાતો વારંવાર સંતોષવી પડે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે પણ કેટલીક જરૂરીયાતો ઊભી થાય છે. માટે કહી શકાય કે જરૂરીયાત અમર્યાદીત હોય છે. 

બજારતંત્રની મર્યાદાઓની ચર્ચા કરો ? અથવા મર્યાદા, તૃટીઓ જણાવો: 

Hide | Show

જવાબ :

બજાર પધ્ધતિઓમાં લાભોની સાથે કેટલીક ખામીઓ પણ રહેલી છે. 

આ પધ્ધતિમાં ઉત્પાદન નફાલક્ષી હોય છે. પરિણામે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે. તથા પ્રાથમિક જરૂરીયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. રાજ્યની નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુવ્યય થાય છે. બજાર અંગેના અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેંદ્રિકરણ થવાથી આવક વધે છે. તથા લોકોની મોનોપોલી, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ પણ થતું હોય છે. 

યોગ્ય જોડકા બનાવો:    

1.    જમીન     A    યંત્રો, ઓજારો, મકાનો વગેરે
2.    મૂડી     B    ખેતમજૂરો, કામદારો, શિક્ષકો
3.    શ્રમ     C    જમીન, મૂડી, શ્રમને યોગ્ય રીતે જોડવું
4.    નિયોજક      D    પૃથ્વીનું ઉપલું પડ

 

Hide | Show

જવાબ :

 (1 - D), (2 – A), (3 – B), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    બજાર પધ્ધતિ      A    શ્રમ 
2.    બજાર પધ્ધતિનું વિરોધી      B    નિયંત્રિત આર્થિક પધ્ધતિ 
3.    મિશ્ર અર્થતંત્ર     C    મૂડીવાદી પધ્ધતિ 
4.    ઉત્પાદનનું સજીવ સાધન      D    સમાજવાદી પધ્ધતિ 

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – D), (3 – B), (4 – A)

યોગ્ય જોડકા બનાવો:    

1.    જંગલો, નદીઓ, પર્વતો     A    શ્રમ 
2.    માનવ સર્જિત સાધનો     B    નિયોજન 
3.    યોજના બધ્ધ ઉત્પાદન કરવું     C    ઓજારો, મશીનો, યંત્રો, 
4.    માનસિક કે શારીરિક કાર્ય      D    કુદરતી ઉત્પાદન


 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – C), (3 – B), (4 – A)

યોગ્ય જોડકા બનાવો:    

1.    માથાદીઠ નીચી આવક     A    પ્રાથમિક ક્ષેત્ર 
2.    કાચી ધાતુનું ખોદકામ      B    દ્વિમુખી 
3.    વિકાસશીલ રાષ્ટ્રનું અર્થતંત્ર      C    જમીનની પેટાળની ખનીજ સંપત્તિ 
4.    કુદરતી સંપત્તિ       D    નીચું જીવન ધોરણ

 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – A), (3 – B), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    મત્સ્ય ઉદ્યોગની પ્રવૃતિ      A    માધ્યમિક દેશ
2.    પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ     B    પ્રાથમિક ક્ષેત્ર 
3.    મોટા ઉદ્યોગો      C    સેવા ક્ષેત્ર 
4.    શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ     D    વિકાસશીલ દેશ

 

Hide | Show

જવાબ :

(1 - A), (2 – D), (3 – B), (4 – C)
 

Take a Test

Choose your Test :

પ્રકરણ 15 :આર્થિક વિકાસ

આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt