GSEB Solutions for Class 10 Social Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

ચૂનાના ઉપયોગ જણાવો (સ્વાધ્યાય- 2.1)

Hide | Show

જવાબ :

ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત લોખંડ ગાળવાની ભટ્ટીમાં તથા રસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે.

     ચૂનાનો ઉપયોગ મકાન બાંધકામમાં , કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં થાય છે. સોડા એશ, સાબુ, રંગ- રસાયણ બનાવાવામાં પણ સાબુ વપરાય છે.

     દેશમાં ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ વગેરે છે.

     ગુજરાતમાં પણ જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, નર્મદા, ભાવનગર, રાજકોટ વગેરે જીલ્લા ચૂનાના મુખ્ય ઉત્પાદક છે.

અબરખ વિષે જણાવો. (સ્વાધ્યાય 2.2)

Hide | Show

જવાબ :

વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખ અગ્નિ રોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. વિદ્યુત મોટર, ડાયનેમો, રેડીઓ, ટેલીફોન, મોટરગાડી, હવાઈ જહાજ, વગેરેની બનાવટમાં અબરખનો ઉપયોગ થાય છે.

     ભારતમાં બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને આંધ્ર પ્રદેશ અબરખ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, અને તમિલનાડુમાં પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મોસ્કોવાઈટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.

લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. (સ્વાધ્યાય-૩.૩)

Hide | Show

જવાબ :

લીખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.

લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર છે.

 1. હેમેટાઈટ
 2. મેગ્નેટાઈટ
 3. લીમોનાઈટ
 4. સિડેરાઈઝ

ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. ત્યારબાદ ઓડીસા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ પ્રાપ્ત થાય છે.

ભારતમાં મેંગેનિઝ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે?

Hide | Show

જવાબ :

મેંગેનિઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે.
ભારતમાં ઓડીસા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, અને ગુજરાત માંથી પણ મેંગેનીઝ ઉપલબ્ધ બને છે.

સ્લેટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના આરસપહાણમાંથી બને છે?

Hide | Show

જવાબ :

સ્લેટ, આરસપહાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી બને છે.

ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડીયમ વગેરે કયા પ્રકારના ખનીજો છે?

Hide | Show

જવાબ :

ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડીયમ વગેરે મિશ્રધાતુ રૂપે વપરાતા ખનીજો છે.

ભારતમાં અબરખનો કયા પ્રકારનો વિશાળ જથ્થો મળી આવ્યો છે?

Hide | Show

જવાબ :

ભારતમાં મેસ્કોવાઈટ અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.

ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં મળી આવ્યા છે?

Hide | Show

જવાબ :

ગુજરાતમાં તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા મળી આવ્યા છે.

એલ્યુમિનિયમ શેમાંથી મેળવવામાં આવે છે?

Hide | Show

જવાબ :

એલ્યુમિનિયમ બોકસાઇટ માંથી મેળવવામાં આવે છે.

સીસાની ધાતુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ :

સીસાની ધાતુને ગેલેના તરીકે ઓળખવામાં આવે છે.

ખનીજતેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. (સ્વાધ્યાય 1.2)

Hide | Show

જવાબ :

ભારતમાં રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનીજ તેલ મળી આવે છે.

 • પ્રાચીન સમયમાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થયું . આ લગભગ            પ્રવાહી    રૂપમાં હતું.
 • આંતરિક હલનચલન થતા આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉંચકાતા ગયા. કેટલાક પેટાળમાંથી ઉપર આવ્યા તો કેટલાક સમુદ્રના તળિયે દટાયેલા રહ્યા.
 • ભારતમાં 1866 માં અસમમાં તેલનો કુવો શોધવા સૌ પ્રથમ કુવો ખોદવામાં આવ્યો. ૧૮૬૭માં અસમના માકુમ ખાતે ખનીજ તેલ મળી આવ્યું. ત્યારપછીના સક્રિય પ્રયત્નો ભારતના અન્ય ભાગો જેવા કે ખંભાતનો અખાત અને અરબ સાગરના ‘ બોમ્બે હાઈ’ માં પણ ખનીજ તેલ મળી આવ્યું.
 • આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશોના વિસ્તારોમાંથી પણ ખનીજતેલ મેળવવામાં આવે છે.
 • ભારતના ખનીજતેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
 1. ઉત્તર પૂર્વના તેલક્ષેત્રો
 2. ગુજરાતના તેલક્ષેત્રો
 3. બોમ્બે હાઈના તેલક્ષેત્રો
 4. પૂર્વ કિનારાના તેલક્ષેત્રો
 5. રાજસ્થાનના તેલક્ષેત્રો
 • ગુજરાતના આણંદ જીલ્લાના લૂણેજ ખાતેથી સૌ પ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ,             કોસંબા, ભરૂચ, ખેડા અને ભાવનગર માંથી         ખનીજ તેલ મળી આવે છે.
 • વિશ્વનું સૌથી મોટું ખનીજતેલ સુદ્ધીકરણ સંકુલ જામનગરમાં આવેલું છે.
 • ખનીજ તેલ ઉદ્યોગોમાં સંત્રિક સાધન સંચાલાન બળ કે બળતણ તરીકે વપરાય છે. તેમજ પરિવહનમાં તેનો ઉપયોગ થાય છે.

ખનીજ સંરક્ષણ ના ઉપાય જણાવો. (સ્વાધ્યાય-1.2)

 

Hide | Show

જવાબ :

માનવ જાતિના અસ્તિત્વ માટે અને વિકાસ માટે ખનીજો જરૂરી છે. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયાત્ન કરે છે. નિકાસ વધારી વિદેશી હુંડીયામણ મેળવવા ખાનીજોનો બેફામ ઉપયોગ કરે છે. તેથી ખનીજ સંરક્ષણ જરૂરી છે.      

ખનીજ સંરક્ષણ માટેના ઉપાયો:

 1. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ: ખનીજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.
 2. પુન:ચક્ર – લોખંડ, તાંબું, અલ્યુમિનીયમ અને કલાઈના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.
 3. ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ : ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પ્પો શોધવા જોઈએ.
 4. વિદ્યુતના સ્થાને સૌર વીદ્યુતનો ઉપયોગ, તાંબાને સ્થાને એલ્યુમીનીયમનો ઉપયોગ, અને પેટ્રોલને બદલે સી.અન.જી. નો ઉપયોગ વધારવો જોઈએ.
 5. બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ: જળ,સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.
 6. પોષણક્ષમ વિકાસ: પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. પ્રદુષણમુક્ત પર્યાવરણ ના પ્રયત્નો કરવા જોઈએ.
 7. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજન પૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઇ શકે.

ખનીજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે.

વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો. (સ્વાધ્યાય ૧.૩)

Hide | Show

જવાબ :

માનવીના ઘરમાં ચાલતા વીજળીક ઉપકરણો જેવા કે ટેલીવિઝન, રેડીઓ, પંખા, વોશિંગ મશીન, ફ્રીઝ વગેરેને ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તેને વિદ્યુત શક્તિ કહે છે.

 • માનવીઓ દ્વારા ચલાવાતા ઉદ્યોગોના સતત વિકાસ માટે વિદ્યુત શક્તિની જરૂર પડે છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ઔદ્યોગિક ક્રાંતિ થઇ જેના પરિણામે વિદ્યુત શક્તિની શોધ થઇ.
 • વિદ્યુત શક્તિ મેળવવા માટે ઉર્જાના જુદા જુદા ત્રણ પ્રકારના સાધનો છે.
 • કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત ‘તાપ વિદ્યુત’ કહેવાય છે.
 • તાપ વિદ્યુત મથકોમાં વિદ્યુત ઉત્પન્ન કરવા લાખો તન કોલસો વપરાય છે. ભારતમાં જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં તાપ વિદ્યુત મથક સ્થાપવામાં આવે છે.
 • વિદ્યુત ઉત્પન્ન કરવાનો બીજો સ્ત્રોત છે સતત મળતું પાણી. સામાન્ય રીતે નદીઓના ધોધના સ્થળે કે ઉંચાઈ પર જામા થયેલ પાણીને પાઈપ લાઈન દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઈન ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રકારે ઉત્પન્ન કરેલી વિદ્યુતને ‘જળવિદ્યુત’ કહે છે.
 • ગુજરાતમાં નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર ખાતે જળવિદ્યુત મથક કાર્યરત છે.
 • આજ રીતે સૂર્ય-ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે દરિયામાં સતત ભરતી ઓટ આવ્યા કરે છે. ભારતીના પાણીમાં શક્તિ વધુ હોય છે.પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ ટર્બાઈન ગોઠવીને વિદ્યુત શક્તિ મેળવવામાં કર્યો.
 • ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો અમલ કર્યો છે.
 • આ ઉપરાંત યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોનું વિભાજન કરી જે વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે તેનો ઉપયોગ પરમાણું વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
 • ભારતમાં ઝારખંડ અને રાજસ્થાનમાં બહુ થોડા પ્રમાણમાં યુરેનિયમ મળે છે.

Take a Test

Choose your Test :

પ્રકરણ 12: ખનીજ અને શક્તિના સંસાધનો

આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt