GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

જો એક લક્ષણ A લિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યમાં જોવા મળે છે અને લક્ષણ B તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થાય છે?

 

Hide | Show

જવાબ :

લક્ષણ B પહેલા ઉત્પન્ન થાય છે, કેમ કે લક્ષણ B અલિંગી પ્રજનનવાળી વસ્તીનું 60% છે આ લક્ષણ સજીવોની ક્રમિક પેઢીઓની જાતિ વસ્તીમાં સંચય પામે છે.

આનુવંશિકતા એટલે શું?

 

Hide | Show

જવાબ :

સજીવોમાં લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવતી સરખામણીને આનુવંશિકતા કહે છે.

ભિન્નતા એટલે શું?

Hide | Show

જવાબ :

સજીવોની એક જાતિ કે તેની વસ્તીમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે.

સજીવોમાં લક્ષણ એટલે શું?

Hide | Show

જવાબ :

સજીવની આગવી વિશિષ્ટતાને તે સજીવનું લક્ષણ કહે છે. દા.ત- આંખોનો રંગ, છોડની ઉંચાઈ.

જનીન એટલે શું? શું તે જોડીમાં હોય છે?

Hide | Show

જવાબ :

લક્ષણની દરેક અભિવ્યક્તિના  વારસા માટેના જવાબદાર એકમને જનીન કહે છે. જનીનો હંમેશા જોડીમાં હોય છે.

જનીનવિદ્યા એટલે શું?

Hide | Show

જવાબ :

જીવવિજ્ઞાનની જે શાખામાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે તેને જનીનવિદ્યા કહે છે.

ઉદવિકાસ એટલે શું?

Hide | Show

જવાબ :

સજીવોમાં સમય જતા, આવતા બદલ અને વિવિધતાના કારણે રજુ કરતી જીવવિજ્ઞાનની શાખાને ઉદવિકાસ કહેવાય છે.

જાતિઓમાં ભિન્નતાનો મુખ્ય લાભ કયો છે?

Hide | Show

જવાબ :

જાતિઓમાં ભિન્નતાને લીધે બદલાતા પર્યાવરણમાં સજીવોના અસ્તિત્વની તકો વધી જાય છે.

‘O’ રુધિરજૂથ ધરાવતો પુરુષ, ‘B’ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જો સંતતિ છોકરી હોય તો તેનું રુધિરજૂથ જણાવો.

 

Hide | Show

જવાબ :

રુધિરજૂથ O કે B રહેવાની સમાન તક રહેશે.

કયા જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.

 

Hide | Show

જવાબ :

tt જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.

અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ :

  • પહેલાની પેઢીમાંથી ભવિષ્યની પેઢીને આનુવંશિક લક્ષણો પ્રાપ્ત થાય છે અને સંતતિને કેટલીક ભિન્નતાઓ સાથે પૂર્વ પેઢી જેવું શારીરિક બંધારણ પ્રાપ્ત થાય છે.
  • અલિંગી પ્રજનન કરતા સજીવો, દાખલા તરીકે- બેક્ટેરિયામાં DNA પ્રવૃત્તિના સમયે ઓછામાં ઓછી ખામીને કારણે ભિન્નતા ઓછી હોય છે.
  • લિંગી પ્રજનનમાં વિવિધતા અપેક્ષિત અને વધારે છે. તેમાં DNAની પ્રવૃત્તિના સમયે ખામીઓને કારણે ભિન્નતા ઉદભવે છે જે પર્યાવરણમાં અનુકૂલન સાધે છે.
  • પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતામાં પરિવર્તનની પસંદગી ઉદવિકાસનો આધાર બને છે.

લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ :

લિંગી પ્રજનનમાં ભિન્નતાનું કારણ

  • યુગ્મનજ એટલે કે ફલિતાંડના નિર્માણ વખતે રંગસૂત્રોના છુટા પડવાથી
  • ફલનમાં રંગસૂત્રોના અર્ધસૂત્રી ભાજનથી
  • ભિન્ન લિંગી રંગસૂત્રો ફલન વખતે સાથે મળવાથી
  • જનીન પદાર્થોમાં જ પરિવર્તન થવાથી

ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?

Hide | Show

જવાબ :

  • પ્રજનન ક્રિયામાં ૧૦૦% DNAની પ્રતિકૃતિ બનતી નથી તેથી ભિન્નતા નિર્માણ થાય છે. કેટલાક લિંગી પ્રજનન કરતા સજીવમાં વધુ પસંદગીમાન ભિન્નતા ઉદભવે છે.
  • પેઢી દર પેઢી સજીવોને પોતાનામાં બદલાવ લાવવો પડે છે. તે પર્યાવરણને અનુકૂળ રહે તો જ જીવી શકે છે, પરંતુ ભિન્નતા ઉત્પન્ન થવાને કારણે જાતિનું અસ્તિત્વ બદલાઈ જાય છે.
  • ઉદાહરણ તરીકે, બેક્ટેરિયાએ ઊંચા તાપમાન માટેની ભિન્નતાના લક્ષણો કેળવી લીધા છે તે ઊંચા તાપમાનમાં જીવી શકે છે, જયારે કેટલાક બેક્ટેરિયા આ પ્રકારે ભિન્નતા ન ધરાવતા હોવાથી નાશ પામે છે.
  • આમ, ભિન્નતાની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ વધી જાય છે.

Take a Test

1) જનીનો હંમેશા _____________ માં કાર્ય કરે છે.

  • a.ચાર જોડી
  • b.ત્રણ જોડી
  • c.બે જોડી
  • d.એક જોડી

2) મનુષ્યના પ્રજનન કોષમાં ______________ રંગસૂત્રો અને દૈહિકકોષમાં ______ રંગસૂત્રો હોય છે?

  • a.23, 46
  • b.23, 23
  • c.46, 46
  • d.46, 23

3) જો એક લક્ષણ X અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં ૭૦% સભ્યોના અને તેજ લક્ષણ Y 30% સજીવોમાં જોવા મળે છે તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું છે એમ કહેવાય?

  • a.લક્ષણ X
  • b.લક્ષણ Y
  • c.A અને B
  • d.એક પણ નહિ

4) વટાણાના છોડમાં ઉંચાઈ જનીન__________ અને નીચા પણાના જનીન ___________છે.

  • a.TT, Tt અને tt
  • b.tt અને TT, Tt
  • c.A અને B
  • d.એક પણ નહિ

5) XX રંગસૂત્રો _________ અને XY રંગસૂત્રો _________ ધરાવે છે.

  • a.નર અને માદા
  • b.માદા અને નર
  • c.A અને B
  • d.એક પણ નહિ

6) કયા જનીન પ્રકારો હંમેશા નીચાપણું ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે.

  • a.TT
  • b.tt
  • c.tT
  • d.Tt

7) મગજના કોષોમાં કેટલા રંગસૂત્ર હોય છે.

  • a.23
  • b.25
  • c.46
  • d.48

8) વીર્યમાં _________ રંગસૂત્ર હોય છે.

  • a.23
  • b.25
  • c.46
  • d.48

9) અંડકોષમાં કેટલા રંગસૂત્રો હોય છે ?

  • a.23
  • b.25
  • c.46
  • d.48

10) એક ઈંડામાં ___________ રંગસૂત્રો હોય છે.

  • a.23
  • b.25
  • c.46
  • d.48

પ્રકરણ 9 : આનુવંશિકતા અને ઉદવિકાસ

આ પ્રકરણમાં તમે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન, આનુવંશિકતા( આનુવંશિક લક્ષણો, નિયમો, લક્ષાણોની અભિવ્યક્તિઓ, લિંગ નિશ્ચયન), ઉદવિકાસ (ઉદાહરણો, ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો) જાતિ નિર્માણ, ઉદવિકાસ અને વર્ગીકરણ (ઉદવિકાસીય સંબંધો, અશ્મિ/ જીવાષ્મો, ઉદવિકાસના તબક્કાઓ), ઉદવિકાસની પ્રગતિ, માનવ ઉદવિકાસ, વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt