DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?
Hide | Showજવાબ :
DNAના લીધે, પિતૃના લક્ષણો સંતાનોમાં વહન પામે છે.
પુન:નિર્માણમાં DNA નકલ દરમિયાન, માતાપિતા બંને લક્ષણોના વારસાને કારણે ફેરફારો થાય છે. જે અમુક આનુવંશીક વિવિધતાઓ તરફ દોરી જાય છે. જે સમય સાથે જાતિઓના વિકાસ માટે ઉપયોગી છે.
ભાજન પ્રજનનની રીત કોને કહેવાય છે?
Hide | Showજવાબ :
એકકોષી સજીવોમાં પ્રજનનથી બે અથવા વધારે નવા સંતતિ કોષો અસ્તિત્વમાં આવે તેને ભાજન અથવા તો વિખંડન કહેવાય છે.
ભાજનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.
Hide | Showજવાબ :
અમીબા અને લેસ્માંનીયા ભાજનની દ્વિભાજન રીતથી પ્રજનન કરે છે.
પ્લાઝમોડીયમ ભાજનની બહુભાજન રીતથી પ્રજનન કરે છે.
ભાજન પ્રજનનની રીતના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં?
Hide | Showજવાબ :
ભાજન પ્રજનન રીતના મુખ્યત્વે બે પ્રકાર છે,
1) દ્વિભાજન અને
2) બહુભાજન.
અવખંડન પ્રજનનની રીત કોને કહેવાય છે?
Hide | Showજવાબ :
જે બહુકોષી સજીવના ખંડો છુટા પડીને, નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તે પ્રકારના લિંગી પ્રજનનને અવખંડન કહેવાય છે.
અવખંડન પ્રજનનની રીતથી પ્રજનન કરતા સજીવોના ઉદાહરણ આપો.
Hide | Showજવાબ :
અવખંડન પ્રજનનની રીતથી સ્પાયરોગાયરા લીલ પ્રજનન કરે છે.
અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો.
Hide | Showજવાબ :
એક જ સજીવમાંથી લિંગી પ્રજનન કોષોની મદદ વગર થતા પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે.
પુનર્જનન પ્રજનનની રીત કોને કહેવાય છે?
Hide | Showજવાબ :
કેટલાક સજીવો દ્વારા પોતાના શરીરનો, ભાગ છૂટો પડી જતા, તે ભાગ ફરીથી સજીવ તરીકે નિર્માણ થવાની ક્ષમતા ધરાવે છે. આવી અલિંગી પ્રજનનની પદ્ધતિને પુનર્જનન પદ્ધતિ કહેવાય છે.
જવાબ :
હાઈડ્રા અને પ્લેનેરીયા પુનર્જનનની પ્રજનનની રીતથી પ્રજનન કરે છે.
કલિકાસર્જન એટલે શું?
Hide | Showજવાબ :
સજીવ શરીરમાં કોઈ ભાગમાં કોષોની વૃદ્ધિ થઈ, બાહ્ય વૃદ્ધિ પામેલ ભાગ વિકાસ પામીને પિતૃથી છૂટો પડી સ્વતંત્ર નવા બાળ સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તો આ પ્રકારની અલિંગી પ્રજનનને કલીકાસર્જન કહેવાય છે.
સજીવોના પ્રજનનમાં DNAની અગત્યતા વર્ણવો.
Hide | Showજવાબ :
કોષના કોષકેન્દ્રમાં રહેલા DNAના અણુઓમાં આનુવંશીક લક્ષણોનો સંદેશ હોય છે. આ DNA પિતા કે માતા તરફથી પોતાના સંતાનોમાં આવે છે.
જો DNAમાં વહન પામતા પ્રોટીનમાં ફેરફાર થાય તો, સજીવોની શારીરિક સંરચનામાં પણ વિવિધતા જોવા મળે છે.
પ્રજનનની મૂળભૂત ઘટના DNAની પ્રતિકૃતિ બનાવવા માટેની છે.
DNAની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે.
જે પ્રજનન કોષો, DNAની બે પ્રતિકૃતિ બનાવે છે, તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે, પરંતુ DNAની એક પ્રતિકૃતિને મૂળકોષમાં રાખીને, બીજી પ્રતિકૃતિને મૂળકોષની બહાર કાઢી શકીએ નહિ.
કારણ કે બીજીઓ પ્રતિકૃતિ પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી.
આમ, DNAની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે અને તેના પછી DNAની પ્રતિકૃતિ અલગ થઇ જાય છે. પરિણામે, એક કોષ વિભાજીત થઇને બે કોષો બનાવે છે.
કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી, આથી DNA પ્રતિકૃતિની પ્રક્રિયામાં ભિન્નતા હોય શકે છે.
જેથી, નિર્માણ પામનારા DNAની પ્રતિકૃતિ તો એકસમાન હશે પરંતુ, મૂળ DNAને સમરૂપ નહિ હોય.
DNA પ્રતિકૃતિઓની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે જેમાં એક ભીન્ન્તાઓ ઝડપી હોય અને બીજી જેમાં ભિન્નતાઓ ઝડપી હોતી નથી.
કેટલીક વખત આ ભિન્નતાઓ એટલી તીવ્ર કે ઝડપી હોય છે કે, DNAની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની એટલે કે મૂળ પ્રતિકૃતિ જેવી સમાન હોતી નથી. તેથી, આ પ્રકારની DNA પ્રતિકૃતિની ઉત્પન્ન થનાર સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે અથવા તો નાશ પામે છે.
DNA પ્રતિકૃતિની વિભિન્નતાઓ ઝડપી હોતી નથી. આમ, બાળકોષો સમાન હોવા છતાં, કોઈ ને કોઈ સ્વરૂપે એકબીજાથી ભિન્ન હોય છે. બાળકોષોમાં જોવા મળતી આ, ભિન્નતાઓ જૈવવિકાસના ઉદવિકાસનો આધાર છે.
સજીવોની ઉત્તરજીવિતતા માટે જરૂરી ભિન્નતાનું મહત્વ સમજાવો.
Hide | Showજવાબ :
કોઈપણ સજીવોની જાતી અને વસ્તીના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે રહેલો છે.
સજીવોની વસ્તીની યોગ્ય નીવસનતંત્રમાં વસવાટ પ્રાપ્ત કરવાની ક્ષમતા તેઓની પ્રજનન કરવાની ક્ષમતાને આધારે હોય છે.
સજીવની શારીરિક સંરચના જળવાય રહે તેમજ બંધારણ જળવાય રહે, તે માટેપ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સમાન હોવું જરૂરી છે.
સજીવો પોતાની રીતે શારીરિક ફેરફાર કરીને, વિશિષ્ટ વસવાટને અનુકુળ થાય છે અને આ પ્રકારે જીવનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરંતુ, વસવાટમાં પણ અનેક પરિવર્તન આવી શકે છે.
જેમ કે, પૃથ્વીનું તાપમાન ઓછુ કે વધારે થઇ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ વસવાટમાં આવતા પરિવર્તનના કેટલાક ઉદાહરણો છે.
જો એક વસ્તી વસવાટને અનુકુળ છે, અને તે વસવાટમાં કોઈ ઝડપી પરિવર્તન આવે તો, આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભવના રહેલી છે. તેમ છતાં આ વસ્તીના કેટલાક સજીવોમાં જો ભિન્નતા આવેલી હશે તો, તેઓ જીવતા રહેવાની સંભાવના ધરાવે છે.
ઉદાહરણ તરીકે જોઇએ તો, સામાન્ય ગરમ પાણીમાં જીવાણુંઓની વસ્તી હોય છે, અને ગ્લોબલ વોર્મિંગના લીધે પાણીનું તાપમાન વધી જાય તો, મોટા ભાગના જીવાણુઓ મરી જાય છે.
જેની સામે તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ પણ કરી શકે છે.
આમ, આપણે કહી શકીએ કે, ભિન્નતાઓ વિવિધ જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.
અવખંડનની પ્રજનન રીત વિશે ટૂંક નોધ લખો.
Hide | Showજવાબ :
સરળ સંરચનાવાળા બહુકોષિય સજીવોમાં, પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. જેમ કે સ્પાયરોગાયરામાં અવખંડનની ક્રિયાથી પ્રજનન થાય છે.
સ્પાયરોગાયરા લીલી તંતુમય, લાંબી રચના ધરાવે છે. જે પાણીમાં ઉગતી લીલ છે. સ્પાયરોગાયરા વિકાસ પામીને નાના-નાના ટુકડાઓમાં અવખંડિત થઇ જાય છે. ત્યારબાદ આ ટુકડાઓ વૃદ્ધિ પામીને, નવા સજીવ કોષમાં વિકાસ પામે છે.
આમ, જે બહુકોષી સજીવના ખંડો છુટા પડીને, નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે તે પ્રકારના લિંગી પ્રજનનને અવખંડન કહેવાય છે.
પરંતુ, બધા જ બહુકોષીય સજીવો માટે, આ સાચું નથી.
કારણ કે, મોટાભાગના બહુકોષીય સજીવ, વિવિધ કોષોના સમૂહ તરીકે વર્તતા નથી.
વિશેષ કાર્યો માટે, વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. ત્યારબાદ પેશી સંગઠિત થઈને અંગ બનાવે છે.
આ પ્રકરણમાં ભિન્નતાઓનું મહત્વ, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ( ભાજન, અવખંડન, પુનર્જનન, કાલિકા સર્જન), વાનસ્પતિક પ્રજનન, બીજાણું નિર્માણ, લિંગી પ્રજનન( લિંગી પ્રજનનની પદ્ધતિઓ), સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, માનવમાં લિંગી પ્રજનન(નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, અંડકોષનું ફલન, પ્રાજનનીક સ્વાસ્થ્ય) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.