GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

એક ગ્રામ સોનાને કેટલી લંબાઈના તારમાં ફેરવી શકાય છે?

Hide | Show

જવાબ :

એક ગ્રામ સોનાને ૨ કી.મી. લંબાઈના તારમાં ફેરવી શકાય છે.

અધાતુ તત્વના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ :

કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સીજન, હાઇડ્રોજન, વગેરે કેટલાક અધાતુના ઉદાહરણો છે.

ધાતુના કેટલાક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ :

સોનું, ચાંદી, તાંબું, એલ્યુમીનીયમ વગેરે.

ધાત્વીય ચમક કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ :

ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે.

ધાતુનું ટીપાઉપણું કોને કહે છે?

Hide | Show

જવાબ :

કેટલીક ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે.

કાર્બન શું છે અને તે કયા ગુણધર્મમાં અસ્તિત્વ ધરાવે છે?

Hide | Show

જવાબ :

કાર્બન અધાતુ છે કે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આથી તે સ્વરૂપને બહુરૂપ કહે છે.

આલ્કલી ધાતુના ગલનબિંદુ અને ઘનતા કેવી હોય છે?

Hide | Show

જવાબ :

આલ્કલી ધાતુના ગલનબિંદુ નીચા અને ઘનતા ઓછી હોય છે.

મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે?

Hide | Show

જવાબ :

મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડીક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે.

બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?

Hide | Show

જવાબ :

બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા માટે બેયર પદ્ધતિ વપરાય છે.

કાચી ધાતુના સંકેન્દ્રણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Hide | Show

જવાબ :

સેન્ટ્રીફ્યુગેસન

ધાતુના સામાન્ય ગુણધર્મ લખો.

Hide | Show

જવાબ :

ધાતુના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.

 

1.    ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે.

 

2.    તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે.

 

3.    મોટાભાગની ધાતુઓ ઓરડાના તાપમાને સખત હોય છે.

 

4.    તેમના ગલનબિંદુ ઊંચા હોય છે.

 

5.    તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે.

 

6.    તેને નીચે અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે.

અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો.

Hide | Show

જવાબ :

અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.


1.    તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે.


2.    તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવતા નથી.


3.    અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. જેમાં બ્રોમીન એ પ્રવાહી સ્વરૂપે હોય છે.


4.    તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે.


5.    તે રણકાર ઉત્પન્ન કરતા નથી.

ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો.

Hide | Show

જવાબ :

ધાતુ તત્વના અપવાદ.


૧. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે. અપવાદ રૂપે,  પારો


૨. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. જયારે ગેલીયમ અને સિઝીયમના ગલનબિંદુ નીચા હોય છે.


૩. ધાતુ તત્વને છરી વડે કાપી શકાય નહી. પરંતુ આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે.


અધાતુ તત્વના અપવાદ:


૧. સામાન્ય રીતે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ બ્રોમીન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે.


૨. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન ચળકાટ ધરાવે છે.


૩. અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય છે પરતું કાર્બનના અપરરૂપ, હીરાનું ગલનબિંદુ ખુબજ ઊંચું હોય છે.


૪. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે.

તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ આપી વર્ગીકૃત કરો.

Hide | Show

જવાબ :

તત્વોને તેમની વાહકતાને આધારે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.


1.    ધાતુ તત્વો: તેમની વાહકતાના મુલ્યો ખુબ જ વધુ હોય છે. ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમીનીયમ, સિલ્વર.


2.    અધાતુ તત્વો: તેમની વાહકતાનું મુલ્ય ખુબ જ ઓછુ હોય છે. ઉદાહરણ તરીકે, ઓક્સીજન, નાઈટ્રોજન, ક્લોરીન અને સલ્ફર.


3.    અર્ધધાતુ તત્વો: તેઓની વાહકતાનું મુલ્ય ધાતુ તત્વો કરતા ઓછુ પરંતુ અધાતુ તત્વો કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકેમ સીલીકોન અને જર્મેનીયમ

મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ કયો ગુણધર્મ ધરાવે છે? તેની લીટમસપેપર પર શું અસર થાય છે?

Hide | Show

જવાબ :

મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ તરીકે અનુક્રમે મેગ્નેશિયમ ઓક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઈડ બેઈઝીક ગુણ ધરાવતો હોવાથી તે લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે. જયારે સલ્ફર ડાયોક્સાઈડ એસિડીક ગુણધર્મ ધરાવતો હોવાથી ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે.

Take a Test

1) ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં કેવી સપાટી ધરાવે છે?

  • a.ખરબચડી
  • b.ચળકાટ વાળી
  • c.લીસી
  • d.એક પણ નહી.

2) ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે તેને શું કહેવામાં આવે છે?

  • a.ધાત્વીય ચમક
  • b.અધાત્વીય ચમક
  • c.અધાતુઓ
  • d.ધાતુઓ

3) કેટલીક ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે આ ગુણધર્મને શું કહે છે?

  • a.ચમક
  • b.ધાત્વીય ચમક
  • c.ટીપાઉપણું
  • d.એક પણ નહી.

4) ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહે છે?

  • a.ટીપાઉપણું
  • b.તણાવપણું
  • c.ધાત્વીય ચમક
  • d.અધાત્વીય ચમક

5) એક ગ્રામ સોનું કેટલી લંબાઈના તારમાં ફેરવી શકાય છે?

  • a.૧ કી.મી.
  • b.૨ કી.મી.
  • c.૩ કી.મી.
  • d.૪ કી.મી.

6) ધાતુઓ ઉષ્માના ________ છે

  • a.વાહક
  • b.અવાહક
  • c.સુવાહક
  • d.A અને B બંને

7) ધાતુઓ ઉષ્માના ______ ગલનબિંદુ ધરાવે છે

  • a.નીચા
  • b.પાતળા
  • c.ઊંચા
  • d.મોટા

8) નીચેનામાંથી ઉષ્માના ઉત્તમ વાહક કોણ છે?

  • a.ચાંદી અને કોપર
  • b.સીસુ અને પારો
  • c.લોખંડ અને કોપર
  • d.સીસુ અને ચાંદી

9) ઉષ્માના નિર્બળ વાહકો કયા છે?

  • a.ચાંદી અને કોપર
  • b.ચાંદી અને સીસુ
  • c.સીસુ અને પારો
  • d.એક પણ નહી.

10) વિદ્યુતતાર પર શેનું પડ લગાવામાં આવે છે?

  • a.પોલીવીનાઈલ ક્લોરાઈડ
  • b.પ્લાસ્ટીક
  • c.તાંબું
  • d.ચાંદી

11) જયારે ધાતુઓને સખત સપાટી પર પછાડવામાં આવે ત્યારે શું થાય છે?

  • a.તુટી જાય છે
  • b.ધ્વની ઉત્પન્ન કરે છે.
  • c.વળી જાય છે.
  • d.ઉપરોક્ત બધા

12) જે ધાતુઓ સખત સપાટી પર પછાડવાથી ધ્વની ઉત્પન્ન કરે છે તેણે શું કહે છે?

  • a.ધ્વનીકારક
  • b.ટીપાઉપણું
  • c.રણકદાર
  • d.એક પણ નહી.

13) ધાતુઓની તુલનામાં અધાતુઓનું પ્રમાણ કેવું છે?

  • a.ઓછુ
  • b.વધારે
  • c.સાવ ઓછું
  • d.ખુબ જ વધારે

14) કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સીજન, હાઇડ્રોજન વગેરે શેના ઉદાહરણો છે?

  • a.અધાતુ
  • b.ધાતુ
  • c.ટીપાઉપણું
  • d.વિદ્યુત તાર

15) બ્રોમીન કેવા સ્વરૂપમાં મળે છે?

  • a.ઘન
  • b.પ્રવાહી
  • c.વાયુ
  • d.એક પણ નહી

16) અધાતુઓ કેવા સ્વરૂપમાં જોવા મળે છે?

  • a.ઘન
  • b.લીક્વીડ
  • c.જલીય
  • d.એક પણ નહી

17) નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી નથી?

  • a.બ્રોમીન
  • b.પારો
  • c.સોનું
  • d.ચાંદી

18) ગેલીયમ અને સીસીયમ કેવા ગલનબિંદુ ધરાવે છે?

  • a.નીચા
  • b.ઊંચા
  • c.ઓછા
  • d.વધારે

19) કઈ ધાતુઓ હથેળી પર રાખતા પીગળી જાય છે?

  • a.સોનું
  • b.પારો
  • c.બ્રોમીન
  • d.ગેલીયમ અને સિઝીયમ

20) આયોડીન કેવો સ્વરૂપ ધરાવે છે?

  • a.ઘન
  • b.પ્રવાહી
  • c.ધાતુ
  • d.અધાતુ

પ્રકરણ 3 : ધાતુઓ અને અધાતુઓ

આ પ્રકરણમાં ધાતુઓના ભૌતિક ગુણધર્મો, અધાતુઓના ગુણધર્મો,ધાતુઓના રાસાયણિક ગુણધર્મો, વિવધ તત્વો અને સંજોગોમાં ધાતુઓની પ્રક્રિયા, ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા, ધાતુઓ અને અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા, સક્રિયતા શ્રેણી વિશેની સમજ, ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની પ્રક્રિયા, આયનીક સંયોજનના ગુણધર્મો, ધાતુઓની પ્રાપ્તિ, ધાતુઓનું નિષ્કર્ષણ, અયસ્કોની સમૃદ્ધિ, સક્રિયતા શ્રેણીમાં ધાતુઓનું નિષ્કર્ષણ, ધાતુઓનું શુદ્ધિકરણ, ક્ષારણ અને ક્ષારણના અટકાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt