પર્યાવરણ બચાવવા માટેના પાંચ પૈકી કોઈ પણ ત્રણ R ના નામ જણાવો.
Hide | Showજવાબ :
પર્યાવરણ બચાવવા માટેના ત્રણ R:
૧. Reduce એટલે ઓછો ઉપયોગ.
૨. recycle એટલે પુન: ચક્રીકરણ .
૩. Resuse એટલે પુન: ઉપયોગ.
કોલસા અને પેટ્રોલીયમના મુખ્ય ઘટક તત્વોના નામ આપો.
Hide | Showજવાબ :
કોલસા અને પેટ્રોલીયમના મુખ્ય ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર વગેરે છે.
ખનનથી કઈ રીતે પ્રદુસ્ષણ થાય છે?
Hide | Showજવાબ :
ખનન દરમિયાન ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો નીકળે છે. તેના દ્વારા પ્રદુષણ થાય છે.
સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે?
Hide | Showજવાબ :
સુપોષિત વિકાસના મુખ્ય બે ધ્યેય છે.
૧. આર્થિક સમૃદ્ધિ મેળવવાની.
૨. ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણની જાળવણી રાખવી.
જવાબ :
જંગલમાં એકજ પ્રકારના વ્રુક્ષ ઉછેરના ગેરફાયદા નીચે પ્રમાણે છે.
1. મોટા પાયે જૈવ વિવિધતાનો નાશ થાય છે.
2. સ્થાનિક લીકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી થતી નથી.
કયા વ્રુક્ષના વાવેતર થી ઉદ્યોગોને લાભ થાય છે?
Hide | Showજવાબ :
પાઈન, સાગ, નીલગીરીના વ્રુક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે.
જળ સંગ્રહનો શો હેતુ છે?
Hide | Showજવાબ :
જળ સંગ્રહનો હેતુ વરસાદી પાણીને સપાટી પર એકત્ર કરી તેણે ભૂમિમાં ઊંડે ઉતારી ભૂમિના જળ સ્તરમાં વધારો કરવાનો છે.
જંગલની નિપજો પર આધારિત ઉદ્યોગોના નામ આપો.
Hide | Showજવાબ :
કાગળ, ઈમારતી લાકડું,બીડી. લાખ અને રમત ગમતના સાધનો આ નિપજ પર આધારિત હોય છે.
કોઈ બે બંધના નામ આપો જેના સામે વિરોધ ઉભા થયા છે.
Hide | Showજવાબ :
ગંગા નદી પર પહેરી બંધ અને બીજું નર્મદા નદી પર સરદાર સરોવર બંધ.
કોલસો અને પેટ્રોલીયમ અશ્મી બળતણ તરીકે શા માટે ઓળખાય છે?
Hide | Showજવાબ :
કોલસો અને પેટ્રોલીયમ અશ્મી બળતણ તરીકે ઓળખાય છે કારણ કે લખો વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં સજીવો પર તાપમાન અને દબાણની અસર થી તેમનું નિર્માણ થાય છે.આથી તેને અશ્મી બળતણ તરીકે ઓળખાય છે.
જો તમે એકત્રિત કરેલા નદીના પાણીના નમૂનામાં કોલીફોર્મ બેકટેરિયાની હાજરી મેળવો છો તો તે શું સૂચવે છે? તેનું કયું કારણ તમે વિચારો છો?
Hide | Showજવાબ :
પાણીના નમૂનામાં કોલીફોર્મ નામના બેકટેરિયાની હાજરી પાણી રોગજન્ય બેક્ટેરિયા દ્વારા પ્રદુષિત હોવાનું સૂચવે છે. તેમનું મુખ્ય કારણ સારવાર કરાયા વગરને સુએજ કચરો પાણીમાં ઠાલવવાનું છે.
પુન:ઉપયોગ શા માટે પુન: ચક્રીયકરણ કરતા વધારે શરુ ગણાય છે?
Hide | Showજવાબ :
પુન:ઉપયોગ પુન: ચક્રીયકરણ કરતા વધારે શરુ ગણાય છે કારણ કે......
૧. વસ્તુના પુન: ઉપયોગમાં ઉર્જાનો વ્યય થતો નથી.
૨. તે પર્યાવરણ પરનું ભારણ ઘટાડે છે અને નૈસર્ગિક સ્ત્રોતનું રક્ષણ કરે છે.
સુપોષિત વિકાસથી બધા ક્ષેત્રમાં પરિવર્તન આવે છે. તેના વિષે માહિતી આપો.
Hide | Showજવાબ :
સુપોષિત વિકાસથી જીવનમાં બધા ક્ષેત્રમા પરિવર્તન આવે છે. તેથી નીચેની બાબતો પર ભાર મુકવામાં અઆવ્યો છે.
૧. મનુષ્યની પાયાની જરૂરીયાતોની પુરતી થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
૨. ભાવી પેઢી માટે વિવિધ સ્ત્રોતનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે છે.
૩. પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે છે.
૪. સુપોષિત વિકાસનો આધાર લોકોને તેમની આસપાસની આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે છે. અને નૈસર્ગિક સ્ત્રોતના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે છે.
આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
Hide | Showજવાબ :
1. વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ અને પદાર્થો મેળવવા.
2. ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા.
૩. ઔષધિઓ, મારી-મસાલા, ગુંદર, રેઝીન, કાથો,લાખ વગેરે મેળવવા.
4. પ્રાણીઓને કુદરતી વસવાટ પુરા પાડવા માટે.
5. ભૂમિનું ધોવાણ આટકાવવા અને ફળદ્રુપતા જાળવવા માટે.
6. આર્થિક વિકાસ અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા માટે.
7. વાતાવરણ માં CO2 અને O2 ના પ્રમાણની સમતુલિતતા જાળવવા. તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા માટે
હવે જોઈએ કે વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા શા માટે જરૂરી છે?
1. જંગલના નીવસન તંત્રની જાળવણી માટે, તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે.
2. તેઓ જંગલમાં બીચ વિકિરણ દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અનુકુળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે.
3. તેઓ પોષક સ્તરોમાં ઉર્જાવહન જાળવી રાખે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે.
વન સંરક્ષણ માટે કેટલાક ઉપાય બતાવો.
Hide | Showજવાબ :
વન સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે.
1. બળતણ અને ફર્નિચરના લાકડા માટે વ્રુક્ષોની અનિયમિત કટાઈમાં ફરજીયાત પણે ઘટાડો કરવો.
2. બળતણની ખેંચ, ઘાસચારાની અછત,વ્યવસાયિક હેતુ વગેરે માટે થતા અતિ પોષણથી જંગલના નીવસન તંત્રને સુરક્ષિત રાખવું.
3. વ્રુક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી.
4. પ્રાપ્ય બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલનો વિકાસ કરવો.
5. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામ વાસીઓની સક્રિય ભાગીદારી કરવી.
6. વૈજ્ઞાનિક સંસાધનોની દેખરેખ ઉપરાંત જંગલની જાળવણી માટે શિક્ષણ દ્વારા જંગલની જાગૃતિ ફેલાવવી.
ઉદાહરણ દ્વારા સમજાવો કે, સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઇ શકે છે.
Hide | Showજવાબ :
સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઇ શકે છે. ૧૯૭૨માં પશ્ચિમ બંગાળના વન વિભાગના રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઇ રહેલા સાલના જંગલોની પુન:સ્થાપ્યની યોજના નિષ્ફળ થઇ રહી હતી.
આથી વન વિભાગના અધિકારી એ.કે. બેનર્જીએ ખુબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જીલ્લાના અરાબારીના ૧૨૭૨ હેક્ટર વિસ્તારના સાલના જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો હતો.
તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાની 25% નીપજોનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને ખુબ ઓછી કીમતે બળતણ માટે લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી હતી.
સ્થાનીય લોકોની સક્રિય ભાગીદારીથી ૧૯૮૩ સુધી અરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઇ ગયા. આથી સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલનું વ્યવસ્થાપન અસરકારક બની શકે છે.
આ પ્રકરણમાં સ્ત્રોતોનું વ્યવસ્થાપન, જંગલો અને વન્ય જીવન( જંગલોનું વ્યવસ્થાપન), પાણી (બંધો, પાણીનો સંગ્રહ), કોલસો તેમજ પેટ્રોલીયમ, નૈસર્ગિક સ્ત્રોતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.