GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

ઉત્પાદકો કોને કહેવાય?

Hide | Show

જવાબ :

કેટલાક પ્રકાશ સંશ્લેશી બેક્ટેરિયા અને બધી લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા તેમનો ખોરાક ઉત્પન્ન કરે છે. તેનેઉત્પાદકો કહે છે.

ઉપભોગીઓ કોને કહે છે?

Hide | Show

જવાબ :

જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ક્ખોરક માટે આધારિત હોય છે. તેમને ઉપભોગી કહે છે.

જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહે છે?

Hide | Show

જવાબ :

જે પદાર્થ શૂક્ષ્મ જીવો કાર્ય પધ્ધતિ દ્વારા બિન હાનીકારક પદાર્થો રૂપાંતર પામી ન શકે તેવા પદાર્થને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે.

જૈવ વિઘટનીય પદાર્થ કોને કહે છે?

Hide | Show

જવાબ :

જે પદાર્થ વિઘટકોથી કાર્ય પદ્ધત્તિ દ્વારા કુદરતી રીતે બિન હાનીકારક સરળ દ્રવ્યમાં વિઘટન પામી શકે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે.

નિવસનતંત્ર કોને કહે છે?

Hide | Show

જવાબ :

બધા સજીવો, વનસ્પતિઓ અને માનવને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની અંતર ક્રિયાથી બનતા તંત્રને નીવસન તંત્ર કહે છે.

વિઘટકો એટલે શું?

Hide | Show

જવાબ :

જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા શુક્ષ્મ જીવોને વિઘ્તકો કહે છે.

આહાર શ્રુંખલા એટલે શું?

Hide | Show

જવાબ :

નીવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શ્રુંખલા બનાવે છે. તેને આહાર શૃંખલા કહેવાય છે.

આહાર જળ એટલે શું?

Hide | Show

જવાબ :

નિવસન તંત્રની વિવિધ આહાર શ્રુંખલાઓશાખાયુક્ત હોય છે. આવી શાખા યુક્ત આહર શૃંખલાઓ એક જાળી રૂપ રચના બનાવે છે. તેને આહારજાળ કહે છે.

કુત્રિમ નીવસન તંત્ર એટલે શું?

Hide | Show

જવાબ :

માનવી દ્વારા બનાવામાં આવતી અને પર્યાવરણ ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રાખતા નીવસન તંત્રને કુત્રિમ નીવસન તંત્ર કહે છે.

સાપ, કીટકો, દેડકો, વનસ્પતિઓ, સંદી પૈકી રચાયેલી આહાર જાળમાં કયો સજીવ ચતુર્થ પોષક સ્તરે સ્થાન પામે.?

Hide | Show

જવાબ :

સાપ

નકામા કચરાના પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ :

અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ-વસ્તુઓને કચરો કહે છે.

કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

૧) ઘન(Ghan) કચરો: રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે. આ ઉપરાંત, ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલીથીનનો પણ ઘન કચરામાં પણ સમાવેશ થાય છે.

૨) પ્રવાહી કચરો: ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે. 

I.    જૈવવિઘટનીય કચરો: જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે જીવાણું કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવવિઘટનીય કચરો કહે છે. 
દા. ત.- શાકભાજી, ફળ, કાગળ વગેરે.

II.    જૈવ અવિઘટનીય કચરો: જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણું કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે. પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપે જ રહે છે. દા.ત- કાચ, પ્લાસ્ટીક, પોલીથીન વગેરે.

ઓઝોન સ્તર એટલે શું અને તે કેવી રીતે વિઘટન પામે છે?

Hide | Show

જવાબ :

ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે. ઓઝોનનો અણુ ઓક્સીજનના ત્રણ પરમાણુથી બનેલો હોય છે. ઓક્સીજનના અણુ પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઉંચી ઉર્જા વાળા પારજાંબલી વિકિરણો ઓક્સીજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સીજન પરમાણું બનાવે છે. ઓક્સીજનનો આ સ્વતંત્ર પરમાણું ઓક્સીજન અણુ સાથે સંયોજાઈને ઓક્સીજનનો અણુ બનાવે છે.

 

ઓઝોન સ્તરની અગત્યતા:

 

સૂર્યમાંથી આવતા  પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનીકારક ટૂંકી લંબાઈ ધરાવતા પર જાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું  રક્ષણ કરે છે.

નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે?

Hide | Show

જવાબ :

વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે.

 

જીવાણું અને ફૂગ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતીઓ દ્વારા પુન: ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

Take a Test

1) નીવસન તંત્રની જાળવણી માં કઈ ક્રિયા મહત્વની છે?

  • a.જૈવિક વિશાલન
  • b.પ્રકાશ સંશ્લેષણ
  • c.શ્વસન
  • d.પાણીનું શોષણ

2) ઉત્પાદકો અને ઉપભોગીઓના પોષક સ્તરમાંથી ખોરાક મેળવતા પ્રાણીઓને શું કહે છે?

  • a.તૃણાહારી
  • b.માંસાહારી
  • c.સર્વાહારી
  • d.વિઘટકો

3) ઉંદર કયા પ્રકારનો ઉપભોગી છે?

  • a.તૃણાહારી
  • b.માંસાહારી
  • c.સર્વાહારી
  • d.વિઘટકો

4) નીચેના પૈકી કઈ સમસ્યા માનવ સર્જિત ફેરફારનું પરિણામ છે?

  • a.વન કટાઈને પરિણામે તૂટતી આહાર શ્રુંખલા.
  • b.વૈશ્વિક તાપમાનનો વધારો
  • c.ઓઝોન સ્તર.
  • d.આપેલ તમામ.

5) આહાર શ્રુંખલા માં તૃતીય પોષક સ્તરે હંમેશા કયા પ્રાણીઓ ગોઠવાયેલા હોય છે?

  • a.તૃણાહારી
  • b.માંસાહારી
  • c.ઉત્પાદકો
  • d.વિઘટકો

6) ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સંદી, ઉંદર વગેરે પ્રાણીઓ અહાર શૃંખલામાં છે. સમયાન્તરે ખેતરમાં જંતુનાશક નો છંટકાવ કરવામાં આવે છે. નીચેના માંથી કોનામાં જંતુનાશકનો સંકેન્દ્રણ ઓછુ છે?

  • a.સાપ
  • b.ઉંદર
  • c.સમડી
  • d.મોર

7) નીચેના માંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે?

  • a.શાકભાજી
  • b.કાચ
  • c.પ્લાસ્ટિક
  • d.ધાતુ

8) નીચેના માંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે?

  • a.ફળો
  • b.શાકભાજી
  • c.કાગળ
  • d.પોલીથીન

9) નીવસનતંત્ર કઈ આંતર ક્રિયા તંત્રનું બનેલું છે?

  • a.સજીવો અને તેમના ભૌતિક પર્યાવરણ
  • b.ઉત્પાદકો અને ઉપભોગીઓ
  • c.ઉત્પાદકો અને તેમનું ભૌતિક પર્યાવરણ
  • d.ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પર્યાવરણ

10) અહાર શૃંખલામાં હાનીકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે?

  • a.જૈવ સંતુલન
  • b.સુપોશક તારણ
  • c.જૈવિક વિશાલન
  • d.જૈવિક નિયમન

પ્રકરણ 15 : આપણું પર્યાવરણ

આ પ્રકરણમાં નિવસન તંત્ર (આહાર શ્રુંખલા, આહાર જાળ), આપણી પ્રવૃત્તિઓ અને પર્યાવરણ(ઓઝોન સ્તર, કચરાનું પ્રબંધન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt