થર્મલ પાવર સ્ટેશન શબ્દ શાના સંદર્ભે કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
થર્મલ પાવર સ્ટેશન શબ્દ બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરના સંદર્ભે કહેવામાં આઅવે છે.
જવાબ :
CO2 અને CH4
જવાબ :
અજારક સુક્ષ્મ જીવો છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોનું વિઘટન કરે ત્યારે બાયોગેસ ઉત્પન્ન કરે છે.
પવન ઉર્જાના બે ફાયદા જણાવો.
Hide | Showજવાબ :
પવન ઉર્જાના નીચે પ્રમાણે ફાયદાઓ છે.
૧. તે પર્યાવરણ મિત્ર ઉર્જા છે.
૨. તે પુન: પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે.
જવાબ :
સૂર્યની અંદાજીત ઉંમર ૫ અજબ વર્ષ છે અને તેનું અપેક્ષિત આયુષ્ય અંદાજીત હજુ બીજા ૫ અજબ વર્ષ છે.
આપણી ઉર્જાની માંગ શ માટે દિન- પ્રતિદિન વધતી જાય છે?
Hide | Showજવાબ :
આપણી ઉર્જાની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે કારણ કે,
૧. આપણે આપણા કાર્ય કરવા માટે યંત્રો પર વધારે આધારિત થયા છીએ. તેને વધારે ઉર્જા જોઈએ છે.
૨. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વધારો થવાને પરિણામે સતત ઉર્જામાં તેની માંગનો પણ વધારો થયો છે.
જવાબ :
ઘરેલું વપરાશ માટે સોલાર પેનલ ઘર કે ઇમારતી છત પર ફીટ કરવામાં આવે છે તેનાથી વધુ સૌર ઉર્જાનું શોષણ થતા વીજ ઉત્પાદન મેળવી શકાય છે.
જવાબ :
નાઈટ્રોજન અને સલ્ફર ના ઓક્સાઈડ એસીડ વર્ષા માટે જવાબદાર છે.
પવન ઉર્જા ફાર્મમાં ટર્બાઈન ની આવશ્યક ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જરૂરી છે?
Hide | Showજવાબ :
15 કી.મી./ કલાક
કયા ઉર્જા સ્ત્રોત પુન: પ્રાપ્ય છે?
Hide | Showજવાબ :
પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત – જળ વિદ્યુત, જૈવ ભાર, પવન ઉર્જા, સમુદ્રની ઉર્જા, સૌર ઉર્જા વગેરે.
જવાબ :
ભારે ન્યુક્લીયસનું હલકા ન્યુક્લીયસમાં વિભાજન સાથે વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે.
ન્યુક્લિયર સંલયન કોને કહે છે?
Hide | Showજવાબ :
બે હલકા ન્યુક્લીયસના જોડાણ દ્વારા ભારે ન્યુક્લીયસના નિર્માણ સાથે વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ન્યુક્લિયર સંલયન કહે છે.
સૌર અચળાંક કોને કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
પૃથ્વીના વાતાવરણની બાહ્ય પરિસીમા પર સૂર્ય કિરણોની લંબ સ્થિતિમાં ખુલ્લા ક્ષેત્રના પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહેવામાં આવે છે.
ભુતાપીય ઉર્જા કોને કહે છે?
Hide | Showજવાબ :
ગરમ બિંદુઓના વિસ્તાર માંથી બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે મેળવવામાં આવતી ઉષ્મા ઉર્જાને ભુતાપીય ઉર્જા કહેવામાં આવે છે.
બાયોગેસ એટલે શું?
Hide | Showજવાબ :
જૈવભાર કચરા માંથી અજારક દહનથી ઉત્પન્ન થતા બળતણ વાયુને બાયોગેસ કહેવામાં આવે છે.
પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું?
Hide | Showજવાબ :
જે ઉર્જા સ્ત્રોત દ્વારા આપણી મોટા ભાગની ઉર્જા માંગ સંતોષાતી હોય તેમજ જેનો ઉપયોગ માનવી લાંબા સમયથી કરતો આવ્યો હોય તેને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે.
જવાબ :
જે ઉર્જા સ્ત્રોત દ્વારા આપણી માર્યાદિત ઉર્જા માત્ર સંતોષાતી હોય તેને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કહેવાય છે.
પવન ઉર્જા ફાર્મ એટલે શું?
Hide | Showજવાબ :
વ્યવસાયિક ધોરણે પવન ઉર્જાના ઉપયોગ માટે ખુબ જ મોટા વિસ્તારમાં પવન ચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. તેને પવન ઉર્જા ફાર્મ કહે છે.
અશ્મી બળતણ એટલે શું?
Hide | Showજવાબ :
જમીનમાં લખો વર્ષ પૂર્વે મૃત અને અસ્મીભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓના પૃથ્વીના પેતાલોમાં દટાઈને ખુબ વધારે ઉષ્મા અને દબાણના કારણે કોલસો પેટ્રોલીયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયા તેને અશ્મી બળતણ કહે છે.
જવાબ :
ઉર્જા સ્ત્રોત એટલે જે સ્ત્રોત એટલે જે સ્ત્રોત ઉપયોગી ઉર્જાને પર્યાપ્ત માત્રામાં પૂરી પાડવા માટે કાર્ય ક્ષમ હોય તેને ઉર્જા સ્ત્રોત કહેવાય છે.
આપણી આસપાસમાં, ઉપયોગમાં લઇ શકાય તેવી ઉર્જા, ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં, ગુમાવાય છે. ઉદાહરણ આપી સમજાવો.
Hide | Showજવાબ :
ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજી ઉર્જા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉર્જાના કોઈ પણ સ્ત્રોતનું કાર્ય કરવા માટે ઉપયોગ કરતા ઉર્જા વપરાઈ જાય છે અને ઉર્જાનો પુન: ઉપયોગ કરી શકાતો નથી.
ઉદાહરણ તરીકે, જો કાચની પ્લેટને ઉંચાઈએથી પડતી મુકવામાં આવે, તો પ્લેટની સ્થિતિ-ઉર્જાનો અધિકતમ ભાગ જમીનની સાથે અથડાતી વખતે, ધ્વની-ઉર્જામાં પરિવર્તિત થાય છે. આ ધ્વની-ઉર્જા, પુન: ઉપયોગમાં લઇ શકાતી નથી.
બીજું ઉદાહરણ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે, મીણની રાસાયણિક ઉષ્મા-ઉર્જાનું પ્રકાશ-ઉર્જામાં રૂપાંતરણ થાય છે.
ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહે છે. પરંતુ મીણબત્તી સળગાવવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદનો, કાર્બન ડાયોક્સાઈડ કે મોનોક્સાઈડને સાથે મુક્ત થાય છે. આમ, મીણના સ્વરૂપમાં રાસાયણિક-ઉર્જા ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી.
અન્ય એક ઉદાહરણ, ૩૪૮ કેલ્વીન તાપમાન ધરાવતા ૧૦૦ એમ એલ પાણીને, ૨૯૮ કેલ્વીન તાપમાન ધરાવતા ઓરડામાં મુકવામાં આવે છે. ઓરડાના વાતાવરણમાં, પાણીમાંથી ઉષ્મા-ઉર્જા ગુમાવાય છે. પાણી ઠંડુ પડે છે.
ગુમાવાયેલી ઉષ્મા-ઉર્જા એકત્ર કરી પાણી પુન: ૩૪૮ કેલ્વીન તાપમાન ધરાવી શકતું નથી.
ગરમબિંદુઓ કોને કહે છે? અને શું તેમાંથી ભુતાપીય-ઉર્જા મેળવી શકાય છે?
Hide | Showજવાબ :
ભૂસ્તરીય ફેરફારોને કારણે, પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની, પીગળેલી અવસ્થા રચાય છે. આવી પીગળેલી અવસ્થામાં, ખડક ઉપરની તરફ ધકેલાય છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાય જાય છે. તેણે ગરમ-બિંદુઓ કહેવામાં આવે છે.
જયારે ભૂગર્ભીય જળ ગરમ-બિંદુઓના સંપર્કમાં આવે છે, ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે. આ બાષ્પને આંતરીને. પાઈપ દ્વારા ટર્બાઈન સુધી લાવી વિદ્યુત-ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. ભુતાપીય-ઉર્જાનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે હોતો નથી. પરંતુ, ભુતાપીય-ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેનો ફાળો ખુબ જ ઓછો હોય છે.
ભુતાપીય-ઉર્જા આધારિત પાવર-પ્લાન્ટ ન્યુઝીલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે.
ન્યુક્લિયર વિખંડન ક્રિયા દ્વારા ન્યુક્લિયર-ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તે સમજાવો.
Hide | Showજવાબ :
યુરેનિયમ, પ્લુટોનીયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુના ન્યુક્લીયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને, તેનું હલકા ન્યુક્લીયસમાં વિભાજન કરવાની ક્રિયાને, ન્યુક્લિયર વિખંડન કહે છે. આ ક્રિયામાં. વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે.
જો બે નિપજ, ન્યુક્લીયસના સ્વતંત્ર દળના સરવાળા કરતા મૂળ ન્યુક્લીયસનો દળ વધારે હોય તો જ ઉર્જા ઉત્પન્ન થાય છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમીયાન મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુંના દહનથી મળતી ઉર્જા કરતા ૧૦ મિલિયન ગણી વધારે હોય છે.
વિદ્યુત ઉત્પાદન માટે ડીઝાઇન કરેલા, ન્યુક્લિયર રિએકટરમાંથી, વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થાય છે. મુક્ત થતી આ ઉર્જા, વરાળ ઉત્પન્ન કરવા અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
આ પ્રકરણમાં ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત(થર્મલ પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત પ્લાન્ટ, ઉર્જાના ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, પવન ઉર્જા) વૈકલ્પિક અથવા બિનપરંપરાગત સ્ત્રોત( સૌર ઉર્જા, સમુદ્રમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, તરંગ ઉર્જા, ભૂતાપિય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા), પર્યાવરણ વિષયક પરિણામ, કોઈક ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.