GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

વિદ્યુત મોટર એટલે શું?

Hide | Show

જવાબ :

વિદ્યુતમોટર એ ભ્રમણ કરતી એક એવી રચના છે કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે.

વિદ્યુતમોટરના અમુક ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ :

વિદ્યુતમોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફીજરેટર, મિક્ષર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, MP૩ પ્લેયર વગેરેમાં થાય છે.

વિદ્યુત મોટરનો સિદ્ધાંત જણાવો

Hide | Show

જવાબ :

જયારે વિદ્યુત પ્રવાહધારિત લંબ ચોરસ ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તેની બે સમાંતર ભુજાઓ પર ભુજાઓને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. જેના પરિણામ સ્વરૂપે ગૂંચળું સતત ભ્રમણ કરે છે.

ઔદ્યોગિક વિદ્યુત મોટરની વિશેષ લક્ષાણીકતા કઈ કઈ છે?

Hide | Show

જવાબ :

૧. ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે.

૨. વિદ્યુતપ્રવાહધારિત ગુંચળામાં આંટાઓની સંખ્યા ખુબ જ વધારે હોય છે.

૩. તેમાં નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળાને વીંટાયેલ હોય છે. નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળું વીંટાયેલ હોય તે અને ગૂંચળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે. જેના દ્વારા મોટરના પાવરમાં વધારો થાય છે.

વિદ્યુત મોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે?

 

Hide | Show

જવાબ :

વિદ્યુત મોટરમાં સ્પ્લીટ રીંગ કોમ્પુટેટરની જેમ વર્તે છે અને તે ગુંચળાના અર્ધ પરીભ્રમણ બાદ ગૂંચળામાંથી વહેતી દિશાને ઉલટાવવાનું કાર્ય કરે છે.

વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું?

 

Hide | Show

જવાબ :

જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીયક્ષેત્ર ને કારણે અન્ય વાહકમાં વિદ્યુતપ્રવાહપ્રેરિત થાય છે તેને વિદ્યુતચુંબકીય પ્રેરણ કહે છે.

ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની રીત લખો.

 

Hide | Show

જવાબ :

ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગતિ કરવાથી અથવા ચુંબકને સ્થિર ગૂંચળા તરફ અથવા તેનાથી દુર તરફ ખસેડવાથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે.

ગૂંચળામાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ મહત્તમ ક્યારે હોય છે?

 

Hide | Show

જવાબ :

સામાન્ય રીતે જયારે ગૂંચળાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે ત્યારે ગૂંચળામાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ મહત્તમ હોય છે.

પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો.

Hide | Show

જવાબ :

ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ.

વિદ્યુત જનરેટર એટલે શું?

 

Hide | Show

જવાબ :

વિદ્યુત જનરેટર એ એવું સાધન છે જેનો ઉપયોગ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે થાય છે.

હોકાયંત્ર પર ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

હોકાયંત્ર એ એક એવું સાધન છે જેનો ઉપયોગ કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રની દિશા શોધવા થાય છે.

 

હોકાયંત્ર એ દર્શક રૂપે નાના ચુંબકનો બનેલો હોય છે. આ નાનો ચુંબક એવી રીતે ગોઠવેલ હોય છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે. હોકાયંત્રમાંના નાના ચુંબકને ચુંબકીય સોય પણ કહે છે.

 

તે એક નાનું ગજીયા ચુંબક છે. હોકાયંત્રની સોયના છેડા લગભગ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા તરફ રહે છે.

 

ખરેખર તો તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દક્ષિણ તથા ઉત્તર દિશામાં રહે છે. કારણ કે પૃથ્વી એક ખુબ જ મોટા ગજીયા ચુંબક તરીકે વર્તે છે. સોયનો એક છેડો ઉત્તર દિશા દર્શાવે છે. તેને ઉત્તર ધ્રુવ કહે છે. અને બીજો છેડો દક્ષિણ દિશા દર્શાવે છે. તેને દક્ષિણ ધ્રુવ કહે છે.

ગજીયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને સમજાવો.

Hide | Show

જવાબ :

આ પ્રશ્નને આપણે એક પ્રયોગ દ્વારા સમજીશું અને પછી અવલોકન લખીશું.

 

પદ્ધતિ: ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ પેપરને ચીકણા દ્રવ્ય વડે ચીપકાવો. એક ગજીયા ચુંબકને તેની મધ્યમાં મુકો.

 

ત્યારબાદ ગજીયા ચુંબકની આસપાસ એક સરખો લોખંડનો ભૂકો ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો. હવે પૂંઠા પર હળવેથી ટકોરા મારો. તમે શું અવલોકન કરો છો?

 

લોખંડનો ભૂકો આવી ચોક્કસ ભાતમાં કેમ ગોઠવાય? આ ભાત શું દર્શાવે છે તેનું અવલોકન કરવાનું છે.

 

અવલોકન:

 

લોખંડનો ભૂકો પોતાની જાતે જ ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. ગજિયો ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે. તેથી લોખંડનો ભૂકો બળ અનુભવે છે.

 

આ બળને કારણે લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે. તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. લોખંડના ભૂકાની ગોઠવણીથી જે રેખા બને છે તેને ચુંબકીય ક્ષેત્રરેખાઓ કહે છે.

 

નિર્ણય: ગજિયો ચુંબક, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તે, ગજીયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવીને શોધી શકાય છે.

સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ :

પદ્ધતિ: એક બેટરી, ચલ અવરોધ, એમીટર, પ્લગકળ અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો.

 

એક લંબચોરસ પૂઠાની મધ્યમાંથી પૂંઠાની સમતલને લંબરૂપે રહે તેમ પૂંઠામાં દાખલ કરો. ધ્યાન રહે કે પૂઠું તારમાં જડિત હોય, ઉપર કે નીચે સરકતું ન હોય.

 

તાંબાના તારને બિંદુ X અને Yની વચ્ચે ઉધ્વ રહે તે રીતે બેટરી, પ્લગ કળ, એમીટર અને રીહોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો. થોડો લોખંડનો ભૂકો પૂઠા પર સમાન રીતે ભભરાવો.

 

ત્યારબાદ કળ લગાવીને પરિપથ બંધ કરો જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એ સુનીશ્ચિત કરો કે બિંદુઓ X અને Y વચ્ચે જોડેલ તાંબાનો તાર ઉધ્વ દિશામાં સીધો રહે છે. ચલ અવરોધના ચાલને એક ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. પૂંઠાને હળવેથી ટકોરા મારો. લોખંડની ભૂકાની ભાતનું અવલોકન કરો.

આ રીતે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું.

 

શું સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાઉલટાય છે કે નહી તે ચકાશો.

 

જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો આપેલ બિંદુ પાસે હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે.

 

આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ચલ અવરોધની મદદથી ફેરફાર કરો.

 

તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને એક સરખો રાખીને જો હોકાયંત્રને તાંબાના તારથી દુર લઇ જવામાં આવે તો હોકાયંત્રની સોયના  કોણાવર્તનમાં શું ફેર પડશે? તમે કેવો ફેરફાર જુઓ છો?

 

અવલોકન: એવું જોવા મળ્યું કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સંકેન્દ્રિત વર્તુળની ભાત રચાય તે રીતે ગોઠવાઈ જાય છે. આ સંકેન્દ્રિત વર્તુળો ચુંબકીય ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. હોકાયંત્રની સોયના ઉત્તર દ્રુવો વડે દર્શાવેલ દિશા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા આપે છે. તેને તીર દ્વારા દર્શાવેલ છે.

 

જો સુરેખ તાંબાના તારમાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા પણ ઉલટાઈ જાય છે. જયારે વિદ્યુતપ્રવાહ બદલાય છે ત્યારે સોયનું કોણાવર્તન પણ બદલાય છે. જો વિદ્યુત પ્રવાહ વધે તો કોણાવર્તન વધે. અને જો વિદ્યુત પ્રવાહ ઘટે તો કોણાવર્તન પણ ઘટે. જયારે હોકાયંત્રને તારથી દુર તરફ ખસેડવામાં આવે ત્યારે સોયનું કોણાવર્તન ઘટે છે. જયારે હોકાયંત્રને તારથી દુર ખસેડવામાં આવે છે ત્યારે એવું જોવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા સંકેન્દ્રિત વર્તુળો મોટા ને મોટા થતા જાય છે.

 

નિર્ણય: વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારના ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની ભાત સંકેન્દ્રિત વર્તુળો છે. જે બીજું કશું નહી પણ ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય  ક્ષેત્રરેખાઓ છે. કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે ચોકકસ વર્તુળને દોરેલા સ્પર્શકની દિશા હોય છે. જે તે બિંદુ પાસે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની દિશા છે. જો સુરેખ તાંબાના તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે. અર્થાત તે વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. જેમ તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ વહે છે તેમ આપેલ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મુલ્ય વધે છે. જેમ તારથી અંતર વધે છે તેમ વાહકમાં આપેલ વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્રનું મુલ્ય ઘટે છે.

Take a Test

1) ગજીયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખા ની દિશા¬¬¬________છે.

  • a.ચુંબકના N ધ્રુવ થી S ધ્રુવ તરફ હોય છે.
  • b.ચુંબકના S ધ્રુવ થી N ધ્રુવ તરફ હોય છે.
  • c.ચુંબકના બન્ને ધ્રુવોમાંથી બહાર નીકળતી દિશામાં હોય છે.
  • d.ચુંબકના બન્ને ધ્રુવોમાં અંદર દાખલ થતી દિશામાં હોય છે.

2) ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ?

  • a.વોલ્ટમીટર
  • b.એમીટર
  • c.ગેલવેનોમીટર
  • d.ચુંબકીય સોય

3) વિદ્યુતપ્રવાહ અને ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી.?

  • a.ફેરેડે
  • b.ઓર્સ્ટેડ
  • c.વોલ્ટા
  • d.એમ્પીયર

4) ક્યાં નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે?.

  • a.ફેરેડેનો નિયમ
  • b.ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ
  • c.જમણા હાથના અંગુઠાનો નિયમ
  • d.ફ્લેમિંગ ડાબા હાથનો નો નિયમ

5) જમણા હાથના અંગુઠાને નિયમ મુજબ અંગૂઠો શેની દિશામાં દર્શાવે છે.?

  • a.વિધુત પ્રવાહ
  • b.ચુંબકીય ક્ષેત્ર
  • c.ચુંબકીય બળ
  • d.વાહકની ગતિ

6) સુરેખવાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા અડધો ચુંબકીય ક્ષેત્ર _____ હોયછે?.

  • a.પ્રવાહની દિશામાં હોય છે
  • b.પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે
  • c.તારની આજુબાજુ વર્તુળાકારે હોય છે
  • d.તારને સમાંતર એવી દિશામાં આવી છે

7) કોનું ચુંબકીય ક્ષેત્રએ ગજીયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે.

  • a.વિદ્યુતપ્રવાહધારિત તાર
  • b.વિદ્યુતપ્રવાહધારિત રીંગ
  • c.વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડ
  • d.નળ ચુંબક

8) વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઘટનાની શોધ કોણે કરી હતી?

  • a.ફેરેડે
  • b.ઓર્સ્ટેડે
  • c.વોલ્ટા
  • d.એમ્પીયર

9) વિદ્યુતપ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે.

  • a.ચુંબકીયક્ષેત્રની દિશામા
  • b.વિદ્યુતપ્રવાહની દિશામા
  • c.ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામા
  • d.ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધદિશામા

10) વિદ્યુતધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીત મુકવા કે જેથી તેના પર ચુંબકીય બળ લાગે નહી .

  • a.ચુંબકીય ક્ષેત્રને સમાંતર
  • b.ચુંબકીય ક્ષેત્રને લંબ
  • c.ચુંબકીય ક્ષેત્ર સાથે ૪૫ અંશ ના ખૂણે.
  • d.ચુંબકીય ક્ષેત્ર સાથે ૧૨૦ અંશ ના ખૂણે.

પ્રકરણ 13 : વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો

આ પ્રકરણમાં ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રિય રેખાઓ, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદભવતુ ચુંબકીય ક્ષેત્ર (સુરેખ વાહક માંથી વહેતા પ્રવાહ વડે ઉદભવતુ ચુંબકીય ક્ષેત્ર, જમણા હાથના અંગુઠાનો નિયમ, વર્તુળાકાર લૂપ માંથી વહેતા પ્રવાહ વડે ઉદભવતુચુંબકીય ક્ષેત્ર, સોલેનોઈડ માંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર), ચુંબકીય ક્ષેત્રમાં મુકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ, વિદ્યુત મોટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, વિદ્યુત જનરેટર, ઘરેલું વિદ્યુત પરિપથો) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt