GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

વિદ્યુત ભારની વ્યાખ્યા જણાવો. SI એકમ જણાવો.

Hide | Show

જવાબ :

વિદ્યુતભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. કુલંબ એ SI એકમ છે.

વિદ્યુતભારનો SI એકમ જણાવો અને તેની સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ :

કુલંબ , સંજ્ઞા – Q

મુક્ત ઈલેક્ટ્રોન એટલે શું?

Hide | Show

જવાબ :

ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઈલેક્ટ્રોન તેના વિદ્યુત પરમાણું માંથી મુક્ત થાય છે જેને મુક્ત ઈલેક્ટ્રોન કહે છે.

કળ એટલે શું?

Hide | Show

જવાબ :

કળ એ વિદ્યુત પરીપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કડી પૂરું પડતો એક ઘટક છે.

વિદ્યુત પરિપથ એટલે શું?

Hide | Show

જવાબ :

વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ.

વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ :

નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમયદર એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે.

વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ :

જો વાહકના આડછેદ માંથી 1 સેકન્ડ માં એક કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહક માંથી 1A વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.

વિદ્યુત સ્થીતિમાનના તફાવતની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ :

એકમ ધન વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થીતિમાનનો તફાવત કહેવાય છે.

ઓહમ નો નિયમ લખો. (IMP)

Hide | Show

જવાબ :

અચળ તાપમાને વાહક તાર માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થીતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.

દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે?

Hide | Show

જવાબ :

દ્રવ્યની અવરોધકતા,

 

૧. દ્રવ્યની જાત / પ્રકાર

 

૨. દ્રવ્યના તાપમાન

 

૩. અમુક અંશે તેના પર લગતા દબાણ પર આધાર રાખે છે.

વિદ્યુત-પાવર એટલે શું? તેનું સુત્ર મેળવો.

Hide | Show

જવાબ :

પાવર એટલે કાર્ય કરવાનો સમયદર.

P = w/t

W = VQ

P = VQ/t ………………………….(1)

I = Q/t ……………………………..(2)

P = VI    (સમી.2 ને સમી. 1 માં મુકતા.)

ઓહમ ના નિયમ અનુસાર,

I = V/R

P = VI

  = V *V/R

 = V2/R

પાવરનો SI એકમ વોટ છે.

વિદ્યુત ઉર્જા એટલે શું? તેનો વ્યાપારિક એકમ કયો છે?

Hide | Show

જવાબ :

વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુતપરીપથમાં t સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા.

જો t સમયમાં પાવર p લાગુ પાડવામાં આવે

તો થતું કાર્ય કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા w = p * t

પરંતુ વોટ એ ખુબ નાનો એકમ છે તેથી વ્યવહારમાં ખુબ મોટો એકમ kw (કિલોવોટ) વપરાય છે. જે ૧૦૦૦૦૦ બરાબર થાય છે.

વિદ્યુત ઉર્જા એ પાવર અને, સમયના ગુણાકાર જેટલી હોવાથી, તેનો એકમ વોટ કલાક પણ છે.

1 વોટ પાવર,  એક કલાક) સુધી વપરાય, તો વપરાતી વિદ્યુત- ઉર્જા એક વોટ કલાક (1wh) કહેવાય.

વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ-કલાક (kwh) છે.

તેને યુનિટ પણ કહે છે.

1kwh = 1kw * 1h – (ઉચ્ચારણ- એક કિલોવોટ-કલાક બરાબર, એક કિલોવોટ Into એક કલાક)

           =1000w * 3600 sec. (ઉચ્ચારણ - એટલે કે – હાજર વોટ into ત્રણહજાર છસ્સો સેકંડ)

          = 3.6 * 106 ws (ઉચ્ચારણ- જેથી આપણને ત્રણ પોઈન્ટ છ into દસની છ ઘાત વોટ સેકંડ મળશે)

Take a Test

1) વિદ્યુતભારનો S1 એકમ જાણવો.

  • a.એમ્પીઅર
  • b.કુલંબ
  • c.વોલ્ટ
  • d.જુલ

2) વિદ્યુત પ્રવાહનો S1 એકમ જણાવો.

  • a.કુલંબ
  • b.વોલ્ટ
  • c.જુલ
  • d.એમ્પીઅર

3) વિદ્યુત સ્થીતિમાન નો એકમ જણાવો.

  • a.જુલ
  • b.કુલંબ
  • c.એમ્પીઅર
  • d.વોલ્ટ

4) વિદ્યુત પાવરનું સુત્ર જણાવો.

  • a.P = V2R2
  • b.P = VI
  • c.P = IR
  • d.P = I2/R2

5) વિદ્યુત પવારનો S1 એકમ જણાવો

  • a.વોલ્ટ
  • b.જુલ
  • c.કુલંબ
  • d.વોટ

6) ઓહમનું સુત્ર જણાવો.

  • a.V= I2R
  • b.V= IR2
  • c.V= I2R2
  • d.V= IR

7) વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતો ઉપકરણ જણાવો.

  • a.વોલ્ટ મીટર
  • b.એમીટર
  • c.ગેલ્વેનોમીટર
  • d.એક પણ નહી

8) વિદ્યુત સ્થીતીમાંનનું સુત્ર જણાવો.

  • a.V= W/R
  • b.V = W/Q
  • c.V= W/I
  • d.V= W/R2

9) વિદ્યુત સ્થીતિમાન માપવા માટેનું ઉપકરણ જણાવો.

  • a.વોલ્ટમીટર
  • b.એમ્પીઅર
  • c.ગેલ્વેનોમીટર
  • d.એક પણ નહી

10) વિદ્યુત અવરોધનો S1 એકમ જણાવો.

  • a.ઓહમ
  • b.કુલંબ
  • c.જુલ
  • d.વોલ્ટ

પ્રકરણ 12 : વિદ્યુત

આ પ્રકરણમાં વિદ્યુત પ્રવાહ અને પરિપથ, વિદ્યુત સ્થીતિમાન અને વિદ્યુત સ્થીતિમાનનો તફાવત, પરિપથ આકૃતિ, ઓહમ નો નિયમ, સુવાહકનો અવરોધ અને પરિબળો, અવરોધકોના તંત્રનો અવરોધ (શ્રેણી જોડાણ, સમાંતર જોડેલા અવરોધો) વિદ્યુત પ્રવાહની તાપીય અસર (વ્યવહારીક ઉપયોગો), વિદ્યુત પાવર વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt