GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

પ્રકાશ પરાવર્તનના નિયમો લખો.

Hide | Show

જવાબ :

•    આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે. 

•    આપાતકિરણ, અને અરીસાના આપાતબિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તીત કિરણ બધા એક જ સમતલમાં હોય છે.
 

વ્યાખ્યા આપો : અરીસાનું ધ્રુવ.

 

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે.

વ્યાખ્યા આપો: વક્રતાકેન્દ્ર

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતાકેન્દ્ર કહે છે.

વ્યાખ્યા આપો: વક્રતાત્રિજ્યા.

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતાત્રિજ્યા કહે છે.

મુખ્ય-અક્ષ એટલે શું?

 

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતાકેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય-અક્ષ કહેવાય છે. મુખ્ય-અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે.

વ્યાખ્યા આપો: કેન્દ્રલંબાઈ

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્યકેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્રલંબાઈ કહે છે. તેને f સંજ્ઞા વડે દર્શાવાય છે.

દર્પણમુખ કોને કહે છે?

 

Hide | Show

જવાબ :

ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને દર્પણમુખ કહે છે.

એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું સીધું અથવા વિવર્ધિત પ્રતિબિંબ આપે.

 

Hide | Show

જવાબ :

અંતર્ગોળ અરીસો.

આપણે વાહનોના સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ?

Hide | Show

જવાબ :

બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા વસ્તુનું ચત્તું પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબો નાના અને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે રચાય છે. બહિર્ગોળ અરીસો બહારની તરફ વક્રાકાર હોવાથી દ્રષ્ટીક્ષેત્રો પણ વિશાળ મળે છે. તેથી પાછળનો બહુ મોટો વિસ્તાર સારી રીતે અને સ્પષ્ટ જોઈ શકાય છે. જે સમતલ અરીસામાં શક્ય નથી. તેથી આપણે વાહનોના સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ.

પ્રકાશ એટલે શું?

Hide | Show

જવાબ :

આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહે છે.

પ્રકાશ પરાવર્તનના નિયમો સમજાવો.

Hide | Show

જવાબ :

•    આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે.

•    આપાત કિરણ, અરીસાના આપાત અરીસાના આપાતબિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે.
 

સમતલ અરીસા વડે રચતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ દર્શાવો.

Hide | Show

જવાબ :

•    સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે.

•    પ્રતિબિંબની સાઈઝ વસ્તુની સાઈઝ જેટલી હોય છે.

•    પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય.

•    પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે.
 

ગોળીય અરીસા માટે નીચેના પદો વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ :

૧) અરીસાનું ધ્રુવ : 

•    ગોળીય અરીસાની પરવર્તીય સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે.

•    ધ્રુવ અરીસાના પૃષ્ઠ પર આવેલા હોય છે.

•    ધ્રુવને સામાન્ય રીતે P અક્ષર વડે દર્શાવામાં આવે છે.

૨) વક્રતાકેન્દ્ર  : 

•    ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતાકેન્દ્ર કહે છે.

•    વક્રતાકેન્દ્ર C અક્ષર વડે દર્શાવાય છે.

•    વક્રતાકેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે.

•    અંતર્ગોળ અરીસામાં વક્રતાકેન્દ્ર પરાવર્તક સપાટીની આગળ તેમજ બહિર્ગોળ અરીસામાં વક્રતાકેન્દ્ર પરાવર્તક સપાટીની પાછળ આવેલું હોય છે.

૩) વક્રતાત્રિજ્યા: 

•    ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતાત્રિજ્યા કહે છે.

•    વક્રતાત્રિજ્યા R વડે દર્શાવાય છે.

•    અંતર PC વક્રતાત્રિજ્યા જેટલું છે.

૪) મુખ્યઅક્ષ :

•    ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતાકેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય-અક્ષ કહે છે.
•    મુખ્ય-અક્ષ અરીસાને ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે.

 

Take a Test

1) એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું સીધું તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે

  • a.અંતર્ગોળ અરીસો
  • b.બહિર્ગોળ અરીસો
  • c.સમતલ અરીસો
  • d.ગોળીય અરીસો

2) સમતલ અરીસામાં ક્યાં પ્રકારના પ્રતિબિંબ રચાય છે?

  • a.આભાસી
  • b.વાસ્તવિક
  • c.ચત્તું
  • d.ઉલટું

3) સિનેમા સ્ક્રીનમાં ક્યાં પ્રકારના પ્રતિબિંબ રચાય છે?

  • a.આભાસી
  • b.વાસ્તવિક
  • c.ચત્તું
  • d.ઉલટું

4) પ્રકાશ કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય ત્યારે આપાતકોણ કેટલો થશે?

  • a.45 ડીગ્રી
  • b.90 ડીગ્રી
  • c.0 ડીગ્રી
  • d.૧૮૦ ડીગ્રી

5) પ્રકાશ કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય ત્યારે પરાવર્તનકોણ કેટલો થશે?

  • a.45 ડીગ્રી
  • b.90 ડીગ્રી
  • c.0 ડીગ્રી
  • d.૧૮૦ ડીગ્રી

પ્રકરણ 10 : પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન

આ પ્રકરણમાં પ્રકાશનું પરાવર્તન, ગોળીય અરીસા(ગોળીય અરીસા વડે રચતા પ્રતિબિંબ, કિરાણાકૃતિના ઉપયોગ, અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના, બહિર્ગોળ અરીસાવડે પ્રતિબિંબની રચના, બહિર્ગોળ અરીસાના ઉપયોગ, ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે વપરાતી સંજ્ઞા પદ્ધતિ, અરીસાનું સૂત્ર અને મોટવણી), પ્રકાશનું વક્રીભવન(કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન, ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન, લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના, કિરાણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરુપણ, ગોળીય લેન્સમાટે સંજ્ઞા પ્રણાલી, લેન્સ સૂત્ર અને મોટવણી, લેન્સનો પાવર) વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt