જીએસઇબી માટે 10 મા વિજ્ઞાન સમાધાન

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ :

રોજિંદા જીવનમાં થતી રસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. 
1. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલદી બગડી જાય છે.
2. લોખંડની વસ્તુઓ જેવી કે તવા,તપેલા,ખીલાને ભેજવાળી હવામાં મૂકતાં તેના પર કાટ લાગે છે. 
3.દ્રાક્ષનું આથવણ થવું.
4.ખોરાકનું રંધાવું.
5.શરીરમાં ખોરાકનું પાચન થવુ.
6.શ્વાસોચ્છવાસ દરમિયાન થતી પ્રક્રિયા.

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં કયા કયા પરીવર્તન આવે છે?

Hide | Show

જવાબ :

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં નીચે મુજબનાં પરિવર્તન આવે છે. 

 • અવસ્થામાં પરિવર્તન 
 • રંગમાં પરિવર્તન 
 • વાયુનો ઉદ્ભવ થવો
 • તાપમાનમાં પરિવર્તન

રાસાયણિક પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ :

કોઈપણ પદાર્થની પ્રારંભિક પ્રકૃતિમાં અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. જો આ ફેરફારો રાસાયણિક ફેરફારો હોય તો તે ને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે.

મેગ્નેશીયમ ઓક્સાઈડ બનવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ :

2Mg(s) + O2(s )   →  2MgO(s)

લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ :

Pb(NO3)2 (s) + 2KI(aq) → PbI2 + 2KNO3(s)

ઝિંકના ટુકડાઓ અને મંદ HCL વચ્ચે થતી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ :

Zn(s) + 2HCL(aq)  →  ZnCL2(aq)+H2(g)

અસમતોલિત સમીકરણ એટલે શું?

Hide | Show

જવાબ :

જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુંની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે.

અસમતોલિત સમીકરણનું ઉદાહરણ આપો

Hide | Show

જવાબ :

Mg(s) + O2  → MgO
અહી ડાબી બાજુ પ્રક્રીયાકોમાં ઓક્સીજનનાં 2 પરમાણું છે જયારે જમણી બાજુ નીપજોમાં એક જ ઓક્સીજનનો પરમાણું છે જેથી આ સમીકરણ અસમતોલિત સમીકરણ છે.

શા માટે સમતોલિત સમીકરણ મહત્વનું છે? 

Hide | Show

જવાબ :

સમતોલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોમાં રહેલ તત્વોના પરમાણુંની સંખ્યા જાણી શકાય છે.
રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રીયાકોનો કેટલો જથ્થો વપરાય અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. 
પ્રક્રિયકો અને નીપજોની અવસ્થા જાણી શકાય છે.

શા માટે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું જરૂરી છે?

Hide | Show

જવાબ :

દળ-સંચયનાં નિયમ પ્રમાણે તત્વના દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોમાં તત્વોના દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં બંને બાજુનાં તત્વોના પરમાણુંની તત્વોની સંખ્યા સમાન રહે તે જરૂરી છે, આથી આ કારણસર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. 
સમતોલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ, 
Zn + H2SO4 → ZnSO4 + H2,
3Fe + 4H2O → Fe3O4 + 4H2

સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ :

જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. 

ઉદાહરણ તરીકે, CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા

કળીચૂનો અને પાણી દ્વારા થતી પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખો.

Hide | Show

જવાબ :

CaO(s) + H2O(l) → Ca(OH)2(aq)

પ્રક્રિયક અને નીપજ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ :

કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે પદાર્થો વડે થાય છે તેને પ્રક્રિયકો કહેવાય છે અને પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર અનુભવી નવા ઉત્પન્ન થતા પદાર્થને નીપજ કહેવાય છે.

સોડીયમ હાઇડ્રોક્સાઈડ અને હાઇડ્રોક્લોરિક ઍસીડનાં દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો. 

Hide | Show

જવાબ :

NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(I)

બેરીયમ ક્લોરાઇડ અને સોડીયમ સલ્ફેટનાં પાણીમાં બનાવેલા દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો.

Hide | Show

જવાબ :

BaCl2(aq) + Na2SO4 (aq) → BaSO4 (s) + 2NaCl(aq)

તત્વોની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ હોય છે? સંકેતો સાથે જણાવો.

Hide | Show

જવાબ :

તત્વોની ભૌતિક અવસ્થાઓ ઘન, જલીય, પ્રવાહી અને વાયુરૂપ હોય છે, જેને અનુક્રમે (s), (aq), (l), અને (g) જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે.

સોડીયમ + પાણી → સોડીયમ હાઇડ્રોક્સાડ + હાઇડ્રોજનનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ :

2Na + 2H2O → 2NaOH + H2

બેરીયમ ક્લોરાઈડ + એલ્યુમિનિયમ સલ્ફેટ  → બેરીયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઈડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ :

3BaCl2 + Al2(SO4)3 → 3BaSO4 + 2AlCl3

હાઇડ્રોજન + ક્લોરિન → હાઇડ્રોજન ઓકસાઇડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. 

Hide | Show

જવાબ :

H2  + Cl2 → 2HCl

મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? કારણ જણાવો.

Hide | Show

જવાબ :

મેગ્નેશિયમ ધાતુ ખુબ ક્રિયાશીલ હોય છે, આથી તેને હવામાં ખુલ્લી રાખવાથી તે હવા સાથે પ્રક્રિયા કરીને મેગ્નીશીયમ ઓકસાઇડનું નિષ્ક્રિય પડ બનાવે છે. 
તે નિષ્ક્રિય પડને કાચકાગળ વડે સાફ કરવાથી તે વધુ સારી અને સરળતાથી ઓક્સીજન સાથે પ્રક્રિયા કરે છે, આ કારણસર મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પેહલા સાફ કરવામાં આવે છે.

તમારા રોજીંદા જીવનમાં થતી રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિ વિષે જણાવો.

Hide | Show

જવાબ :

રોજીંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો.

 • ઉનાળામાં ઓરડાના તાપમાને દુધને ખુલ્લું રાખવામાં આવે તો બગડી જાય છે
 • લોખંડના તપેલા અથવા ખીલ્લાને ભેજ વાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો કાટ લાગે
 • દ્રાક્ષનું આથવણ થવું
 • ખોરાક રંધાઈ જવો
 • આપણું શરીર ખોરાકનું પાચન કરે
 • આપણે શ્વાસ લઈએ છીએ

આવી તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કઈ ને કઈ પરિવર્તનો આવે છે જેના આધારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો જોવા મળે છે.

આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરીએ છીએ તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ :

એક પ્રવૃત્તિ દ્વારા મેગ્નેશિયમ ઓક્સાઈડ કઈ રીતે મેળવી શકાય છે તેની રાસાયણિક પ્રક્રિયા.

પ્રવૃત્તિ- વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓના આંખોના રક્ષણ માટે ચશ્માં પહેરી લે તો વધારે સારું છે. અને લગભગ ૨ સે.મી. લાંબી મેગ્નેશિયની પટ્ટીને કાચ પેપર પર ઘસીને શુદ્ધ કરો,ત્યારબાદ તેણે બર્નર અથવા સ્પીરીટ લેમ્પની મદદથી સળગાવો અને વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય હોય તેટલી દુર રાખીને સળગાવો અને અવલોકન કરો.

તો અવલોકન કરતા મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગશે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઈડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન   વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઈડ ઉદભવે છે.

તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા શક્ય બને છે.

રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવવા જોઈએ.

Hide | Show

જવાબ :

જયારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઈડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન થવું લાંબુ થઇ જાય છે તેને સંક્ષીપ્ત સ્વરૂપે લખી શકાય છે. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું જોઈએ.

 

ઉદાહરણ: મેગ્નેશિયમ + ઓક્સીજન પ્રક્રિયક હોય તો નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઈડ પ્રાપ્ત થાય છે તેને રાસાયણિક ફેરફાર દ્વારા અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સીજન જેવા પદાર્થ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઈડ એ નિપજ છે.

 

જયારે આ સમીકરણમાં પ્રક્રિયક અને નીપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રીયકોનું નીપજમાં રૂપાંતર થવું તે દર્શાવે છે.

 

પ્રક્રીયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે. તેજ રીતે નીપજોને જમણી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે.

 

જયારે આ પ્રક્રિયામાં તીરનું માથું નિપજો તરફ હોય છે તો તે પ્રક્રિયા થઇ એવું દર્શાવે છે.

સંતુલિત સમીકરણ કોને કહેવાય?

Hide | Show

જવાબ :

આપણે દ્વવ્યના દળ સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનું વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રીયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે. આથી, કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા શરુ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવું જરૂરી છે. આથી સમીકરણના પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બંને બાજુ દળ સમાન હોવા ખુબ જરૂરી છે. જો દળ અને પરમાણુની સંખ્યા સમાન હોય તો તેણે સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે.

 

ઉદાહરણ: Zn + H2So4 પ્રક્રિયક હોય તો ZnSo4 + H2 નિપજ તરીકે પ્રાપ્ત થવા જોઈએ. આથી કહી શકાય છે કે તીરની બંને બાજુના પરમાણુંઓના તત્વોની સંખ્યા સમાન રહેવી જોઈએ.

રાસાયણિક સમીકરણને રજુ  કરવાના અલગ અલગ તબક્કાઓ જણાવો.

Hide | Show

જવાબ :

તબક્કો ૧- રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સુત્રની ફરતે એક બોક્ષ બનાવો.

તબક્કો ૨- અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાંનુંઓની સંખ્યાની યાદી બનાવો.

તબક્કો ૩- સરળતા ખાતર સૌથી વધુ પરમાણું ધરાવતા સંયોજનોના સંતુલનથી શરૂઆત કરો.તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતો તત્વ પસંદ કરો.

તબક્કો 4- કોઈ એક તત્વને પસંદ કરીને આગળ વધો આથી સંતુલિત સમીકરણમાં પરમાણુઓની સંખ્યા સંતુલિત કરી શકાય.

તબક્કો ૫- સમીકરણ ચકાશો અને જો સમીકરણ સંતુલિતના હોય તો એવું ત્રીજું

તત્વ પસંદ કરો કે જેમાં તત્વોનું સંતુલન બાકી છે અને તે તત્વનું સમતોલન કરીશું .

તબક્કો ૬- અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક દરેક તત્વના પરમાણુંઓની ગણતરી કરો.

તબક્કો ૭- અંતમાં સમીકરણની કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે તેની સંજ્ઞા લખવી.

Take a Test

1) ભૌતિક અવસ્થાની ઘન અવસ્થાને કઈ સંજ્ઞા વડે દર્શાવામાં આવે છે?

 • a.s
 • b.g
 • c.l
 • d.Aq

2) રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે?

 • a.હીટ એન્ડ ટ્રાયલ
 • b.કોલ્ડ એન્ડ ટ્રાયલ
 • c.ફ્યુસન
 • d.એક પણ નહી

3) આપેલ સમીકરણ માં 3Fe + 4H2O હોય તો નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે?

 • a.Fe3O4 + 4H2
 • b.Fe2O4 + 4H2
 • c.FeO4 + 4H2
 • d.4H2O + Fe3

4) રાસાયણિક સમીકરણમાં સમીકરણ સમતુલિત જાણવા માટે પ્રક્રિયક અને નીપજની તરફ શું સમાન હોવું જોઈએ?

 • a.વજન
 • b.ઘનતા
 • c.તત્વના પરમાણુઓ
 • d.કેમિકલ

5) નીચેના સમીકરણમાં 3Fe + H2O પ્રક્રિયક તરીકે હોય અને Fe3O4 + 4 H2 નિપજ તરીકે હોય તો H2O માં હાઇડ્રોજન ના કેટલા પરમાણુઓ ઉમેરવા પડે?

 • a.1
 • b.2
 • c.3
 • d.4

6) નીચેના સમીકરણમાં Fe + 4H2O પ્રક્રિયક તરીકે અને Fe3O4 + 4H2 નિપજ તરીકે હોય તો પ્રક્રીયાકમાં Fe ને સંતુલિત કરવા માટે કેટલા પરમાણુઓ લેવા જોઈએ?

 • a.1
 • b.2
 • c.3
 • d.4

7) રાસાયણિક સમીકરણમાં Zn + H2SO4 પ્રક્રિયક તરીકે અને ZnSO4 + H2 નિપજ તરીકે હોય તો આ સમીકરણ માં ઓક્સીજન ના પ્રક્રિયકો માંના પરમાણુની સંખ્યા જણાવો.

 • a.1
 • b.2
 • c.3
 • d.4

8) કોઈ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયક તરીકે Zn + H2SO4 હોય તો નિપજ તરીકે શું પ્રાપ્ય થાય છે?

 • a.ZnSo3 + H2
 • b.ZnSo4 + H2
 • c.ZnSo4 + O2
 • d.ZnSo4 + O3

9) કોઈ રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણ સંતુલિત નથી એ શેના વડે ખબર પડે છે?

 • a.દળ અસમાન હોવાથી
 • b.ભાર અસમાન હોવાથી
 • c.ગુણ અસમાન હોવાથી
 • d.ઉપરોક્ત કોઈ પણ નહી

10) જો કોઈ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોના પરમાણુની સંખ્યા સમાન ના હોય તો તેને શું કહેવામાં આવે છે?

 • a.સમતોલિત સમીકરણ
 • b.અવ્યાખ્યાયિત સમીકરણ
 • c.અસમતોલીત સમીકરણ
 • d.વ્યાખ્યાયિત સમીકરણ

11) જો રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુ અને જમણી બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય તો શું કહેવાય?

 • a.સમતોલિત સમીકરણ
 • b.અસમતોલિત સમીકરણ
 • c.A અને B બંને
 • d.એક પણ નહી

12) જયારે કોઈ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક તરીકે Mg + O2 હોય તો નિપજ શું પ્રાપ્ત થાય છે?

 • a.MgS
 • b.MgO
 • c.MgCl
 • d.એક પણ નહી

13) રાસાયણિક સમીકરણમાં તીરનું માથું કઈ દિશામાં હોય છે?

 • a.પ્રક્રીયકોની દિશા
 • b.નીપજોની દિશા
 • c.બંનેની દિશા
 • d.એક પણ નહી

14) રાસાયણિક સમીકરણ માં પ્રક્રિયકો વચ્ચે કેવું ચિહ્ન લખાય છે?

 • a.ઋણ ચિહ્ન
 • b.ગુણાકારનું ચિહ્ન
 • c.ભાગકારનું ચિહ્ન
 • d.ધન ચિહ્ન

15) રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાને કઈ દિશામાં દર્શાવામાં આવે છે?

 • a.જમણી બાજુ
 • b.ડાબી બાજુ
 • c.બંને બાજુ
 • d.એક પણ નહી

16) જયારે કોઈ રાસાયણિક સમીકરણ ને પ્રક્રિયા અને નીપજોની શેના દ્વારા દર્શાવામાં આવે છે?

 • a.તીરની નિશાની વડે
 • b.શૂન્યની નિશાની વડે
 • c.ચોરસની નિશાની વડે
 • d.ત્રિકોણની નિશાની વડે

17) જો નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઈડ પ્રાપ્ય બને છે તો પ્રક્રિયક શું હોય છે?

 • a.મેગ્નેશિયમ + ઓક્સીજન
 • b.મેગ્નેશિયમ + ક્લોરાઈડ
 • c.મેગ્નેશિયમ + હાઇડ્રોજન
 • d.મેગ્નેશિયમ + સલ્ફાઈડ

18) મેગ્નેશિયમ + ઓક્સાઈડ પ્રક્રિયકો હોય તો નીપજોમાં શું પ્રાપ્ય બને છે?

 • a.મેગ્નેશિયમ સલ્ફાઈડ
 • b.મેગ્નેશિયમ ઓક્સાઈડ
 • c.ઝીંક સલ્ફાઈડ
 • d.મેગ્નેશિયમ ક્લોરાઈડ

પ્રકરણ 1 : રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો

આ પ્રકરણમાં ભજન વૈષ્ણવજન વિશે સમજૂતી, ભજનને રાગમાં કેવી રીતે ગવાય, ભજનની દરેક પંક્તિઓના અર્થ, ભજનમાં આવતા તળપદા શબ્દોના અર્થ, ભજનમાં આવતા સમાનાર્થી શબ્દોના અર્થ, ભજનમાં આવતા શબ્દ-સમૂહના અર્થ, ભજનમાં આવતા રૂઢિ પ્રયોગોના અર્થનો થાય છે.

આ એપ્લિકેશન તમને અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. જેમાં આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક સવિસ્તાર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt