GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

શતાવધાની શક્તિ એટલે શું?

Hide | Show

Answer :

એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના ક્રમમા યાદ રાખવાની શક્તિને શતાવધાની તરીકે ઓળખવામાં આવે છે.

મનુષ્યનો આત્મા શાના જેવો છે?

Hide | Show

Answer :

મનુષ્યનો આત્મા છાશ જેવો છે.

ગુજરી જવું એટલે શું?

Hide | Show

Answer :

શરીરમાંથી પ્રાણ નિકળી જાય તેને ગુજરી જવું કહે છે.

શ્રીમદ્દ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહી શકાય?

Hide | Show

Answer :

શ્રીમદ્દ રાજચંદ્રની બુધ્ધિ તીવ્ર અને સતેજ હોવાથી તેઓ જે ભણતાં, જે વાંચતા, જે ભણાવતા તે બધુ જ તેમને યાદ થઈ જતું હતું. માત્ર બે જ વર્ષમાં તેમણે સાત ચોપડી સુધીનું શિક્ષણ પુરૂ કરી દીધું હતું જે બીજા બાળકો સાત વર્ષમાં કરતાં હોય છે. આથી સમજી શકાય કે શ્રીમદ્દ રાજચંદ્રની યાદશક્તિ અને બુધ્ધિ અસાધારણ છે. જે બધામાં જોવા મળતી નથી.

શ્રીમદ્દ રાજચંદ્રની જીવદયા અને કરૂણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે?

Hide | Show

Answer :

શ્રીમદ્દ રાજચંદ્રના નાનપણના અનેક પ્રસંગ પરથી આપણે તેમની જીવદયા અને કરૂણા સમજી શકીએ છીએ. તેઓ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું હતું. શાક સુધારવા જતાં શાકભાજીમાં રહેલા નાના જીવો પ્રત્યે દયા અને સહાનુભૂતિથી તેમની આંખોમાં પાણી ઉભરાયું હતું.

કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા?

Hide | Show

Answer :

ગાંધીજીનો શ્રીમદ્દ રાજચંદ્રનો જ્ઞાની અને શતાવધાની તરીકેનો પરિચય રાજચંદ્રના કાકાજી સસરા ડો. મહેતાએ આપ્યો હતો. ગાંધીજીએ આની ખાત્રી કરવા જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે રાજચંદ્રને વાંચી સંભળાવ્યા. ત્યારબાદ શ્રીમદ્દજીએ સરળતાથી એક પછી એક બધા જ શબ્દો ગાંધીજી જે ક્રમમાં લખ્યા હતા તે જ ક્રમમાં બોલીને સંભળાવ્યા. આથી ગાંધીજી તેમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વિરલ વિભૂતિ પાઠના લેખકનું નામ અને પરિચય ટુંકમાં આપો?

Hide | Show

Answer :

વિરલ વિભૂતિ પાઠના લેખક આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવાન વયમાં જ તેઓ આધ્યાત્મિક તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીપદ્દ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. તેઓ શાસ્ત્રોમાં ઊંડા અભ્યાસી છે. વળી ઉત્તમ વક્તા પણ છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓશ્રી સદ્દગુરૂ એકોઝ માસિકના તંત્રી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર ના જીવન અને દર્શનની ટુંકમાં શબ્દરૂપે ઝાંખી કરવો?

Hide | Show

Answer :

શ્રીમદ્દ રાજચંદ્રના વિષયમાં જોતાં તેઓ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. તેમના ટુંકા આયુષ્યકાળમાં તેઓ એક યુગપ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા છે. તેમના ઉચ્ચ આદર્શો સાથેના જીવનથી તથા નિર્મળ આધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શ્રીમદ્દ બાળપણથી જ અસાધારણ સ્મરણશક્તિ ધરાવતા હતા. બાળપણથી જ તેમનામાં કરૂણા, જીવદયા, પરોપકારવૃત્તિ, નિર્મળતા, શુચિતા જેવા ગુણોનો સમન્વય જોવા મળે છે. તેઓ ઉંચી કવિત્વશક્તિ ધરાવતાં હતા. તેમનામાં સાત વર્ષની ઉંમરમાં પોતાના સેંકડો પૂર્વભવોનું ભાન જાગ્યું હતું. ઓગણીસ વર્ષની ઉંમરે તેમને શતાવધાની શક્તિ સિધ્ધ થયેલી હતી. આ સિધ્ધિ પ્રાપ્ત થવાથી તેમને સાક્ષાત સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. તેમનું સમગ્ર જીવન એક આદર્શ આધ્યાત્મગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું.

માનવદેહ છાશના જેવો છે તેવું શ્રીમદ્દ બાળકોને કેવી રીતે સમજાવ્યું?

Hide | Show

Answer :

શ્રીમદ્દે ઘી ભરેલો લોટો અને છાશ ભરેલો લોટો બન્નેના ઉદાહરણથી બાળકોને સમજાવ્યું કે કિંમતી વસ્તુની આપણે વધુ કાળજી લઈએ છીએ. તેવી જ રીતે દેહ છાશ જેવો સામાન્ય છે. આત્મા ઘી જેવો મુલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઇ જાય, નષ્ટ થઇ જાય તો મોટું નુકશાન નથી. મતલબ કે દેહ નહીં આત્મા મુલ્યવાન છે. તેઓ ખૂબ સરળતાથી સમજાય તે રીતે જીવનબોધ આપતા હતા.

શ્રીમદ્દ રાજચંદ્રની માહિતી ટુંકમાં આપો?

Hide | Show

Answer :

શ્રીમદ્દ રાજચંદ્રનો જન્મ વિ.સં. 1924ની કાર્તિકી પૂનમ, દેવદિવાળીના દિવસે વવાણીયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડ્યું હતું. તેમની ચાર વર્ષની વયે નામ રાયચંદ રાખવામાં આવ્યું હતું. તેમના દાદાનું નામ પંચાણભાઈ હતું. દાદા કૃષ્ણભક્ત હતા. રાયચંદે દાદા પાસેથી કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓ વગેરે સાંભળ્યું હતું. રાયચંદને પિતૃપક્ષે વૈષ્ણવધર્મ અને માતૃપક્ષે જૈન ધર્મના સંસ્કારો મળ્યા હતા. બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે તેમણે કંઠી બંધાવી હતી.

સાત વર્ષની ઉંમરમાં શ્રીમદ્દ રાજચંદ્રે કઈ સિધ્ધ મેળવી હતી?

Hide | Show

Answer :

શ્રીમદ્દે સાત વર્ષની ઉંમરમાં જાતિસ્મરણની સિધ્ધ મેળવી હતી. જેથી તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું ભાન જાગ્યું હતું.

શ્રીમદ્દ રાજચંદ્રે 19 વર્ષની આયુમાં શું સિધ્ધ કર્યું હતું?

Hide | Show

Answer :

શ્રીમદ્દે 19 વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિધ્ધ કરી હતી. આ સિધ્ધિથી શ્રીમદ્દ એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમ સાથે યાદ રાખી શકતા હતા.

ગાંધીજીનો શ્રીમદ્દ રાજચંદ્ર સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો?

Hide | Show

Answer :

શ્રીમદ્દ રાજચંદ્રનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ખૂબ જ ગાઢ હતો. રાજચંદ્રની અદ્દભુત સ્મરણશક્તિ, વિશાળ અને બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચારિત્રથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પરિણામે ગાંધીજી તેમના અનુરાગી થઇ ગયા. ગાંધીજીએ પોતે પણ સ્વીકાર્યું છે કે તેમના જીવનની આધ્યાત્મિકતામાં સૌથી વધારે તેમણે રાજચંદ્રના જીવનમાંથી જ મેળવેલું ભાથું છે. ગાંધીજી પોતાની આધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈપણ મૂંઝવણ રાજચંદ્ર પાસે રજૂ કરતાં અને ત્યાંથી જ સમાધાન મેળવતા હતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામીને દ્રઢ બન્યા તેની પાયાની ફલશ્રુતિ તેમણે રાજચંદ્ર પાસેથી મેળવી હતી. ગાંધીજીએ શ્રીમદ્દ રાજચંદ્ર રચિત કાવ્ય અપૂર્વ અવસર એવો કયારે આવશે? તે આશ્રમ ભજનાવલિમાં સ્થાન પામ્યું છે. આમ ગાંધીજી અને શ્રીમદ્દ આધ્યાત્મિકની કડીથી સાથે જોડાયેલા હતા.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

જિજ્ઞાશા – જાણવાની ઈચ્છા 
અનુરી – પરવાનગી  
મનોમંથન – મનમાં ચાલતું મંથન 
આધ્યાત્મિક – આત્મા કે આત્મતત્વ સંબંધી 
કારસો – યુક્તિ – હિકમત – મનસુબો  
પારદર્શિતા – વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ  
અનાસક્ત – આસક્ત નહિ એવું 
શતાવધાની – એકસાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર 
યુગ પ્રવર્તક – યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર  
રતલ – લગભગ 490 ગ્રામ  
સંગ્રહણી – ઝાડાનો રોગ 
મસાણ – સ્મશાન 
ચિંતન – મનન 
પવન – સમીર 
નિત્ય – કાયમી

વિરૂધ્ધાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

સતેજ – નિસ્તેજ  
અપકાર – ઉપકાર 
નિવૃત – પ્રવુત્ત

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt